ગુજરાતી સિરીયલની એક્ટ્રેસના એકના એક દીકરાએ આ કારણે કરી આત્મહત્યા, પરિવાર પર તૂટ્યો દુઃખોનો પહાડ…

મુંબઈઃ મુંબઈના કાંદિવલી ખાતેની એક પોશ સોસાયટીમાં રહેતી ગુજરાતી સિરીયલમાં કામ કરતી એક્ટ્રેસના એકના એક સગીર વયના દીકરાએ 57મા માળથી ઝંપલાવીને આત્મહત્યા કરતાં આસપાસના પરિસરમાં ખળભળાટ મચી ગયો છે અને આત્મહત્યાનું કારણ જો ખૂબ જ ચોંકાવનારું છે. પોલીસે આ મામલે એડીઆર નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર આ ઘટના બુધવારે સાંજના સાતેક વાગ્યાની આસપાસ બની હતી. કાંદિવલી વેસ્ટમાં આવેલી સીબ્રુક નામની સોસાયટીમાં ગુજરાતી ટીવી સિરીયલ એક્ટ્રેસ પોતાના પરિવાર સાથે રહેતી હતી. બુધવારે તેણે દીકરાને ટ્યુશન જવાનું કહ્યું હતું, પરંતુ દીકરાને ટ્યુશન જવું નહોતું. આ મામલે બંને મા-દીકરા વચ્ચે બોલાચાલી થઈ અને આ ગુસ્સે ભરાયેલા દીકરાએ સોસાયટીમાં 57મા માળેથી ઝંપલાવીને આત્મહત્યા કરી લીધી હતી.
એક્ટ્રેસનો આ એકનો એક દીકરો હોવાનું કહેવાઈ રહ્યું છે અને દીકરાના આવા પગલાં આખા પરિવાર દુઃખનો ડુંગર તૂટી પડ્યો છે. ઘટનાની માહિતી મળતાં જ કાંદિવલી પોલીસે ઘટનાસ્થળે પહોંચીને પંચનામુ કરીને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો.
પોલીસે આ મામલે એક્સિડેન્ટલ ડેથની નોંધ કરીને આત્મહત્યા પાછળનું કારણ ચોક્કસ શું છે એ મામલે તપાસ કરી રહી છે. પોલીસ આ મામલે સાક્ષીઓ અને સીસીટીવી ફૂટેજની તપાસ કરી રહી છે.
આ પણ વાંચો…નાલાસોપારામાં બિલ્ડરની આત્મહત્યાના કેસમાં બે કોન્સ્ટેબલની ધરપકડ: બન્નેને સસ્પેન્ડ કરાયા