ચા વેચનારાની આવી ટ્રિકને સો સો સલામ

ભારત જુગાડનો દેશ છે. અહીં લોકો પાસે બુદ્ધિની કમી નથી. ગરીબ હોય કે તવંગર દરેક લોકોના દિમાગ વિશ કંઇ કહેવાપણું નથી. આ બધુ તમને કહેવાનું કારણ માત્ર એટલું જ કે હાલમાં જ એક ટ્રેનમાં પ્રવાસ કરતી વખતે એક ચા વેચવાવાળાની હોશિયારી અને જુગાડ જોઇને એમ લાગે કે આટલી સામાન્ય વાત વિશે કોઇએ વિચાર્યું પણ નહીં હોય. આવો જુગાડના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો વીડિયો લોકલ ટ્રેનનો હોય એમ લાગે છે. વીડિયોમા ંજોવા મળે છે કે ટ્રેનની વિન્ડોમાં જાળી લગાવી છે અને અંદર મુસાફરો બેઠા છે. અંદર બેઠેલા એક મુસાફરને ચા પીવાની ઇચ્છા થાય છે, પણ ચા વેચનારો ટ્રેનની બહાર છે. ટ્રેન કોઇ પણ સમયે ચાલુ થઇ જાય એમ છે. હવે એવામાં ચા વેચનારો એંદર બેઠેલી વ્યક્તિને ચા કેવી રીતે આપે? પણ આ ચા વેચનારો પણ કંઇ ગાંજ્યો જાય એમાંનો નહોતો . તે એક યુક્તિ અજમાવે છે. પહેલા તે કપને ફોલ્ડ કરે છે અને જાળીમાંથી ટ્રેનની અંદર બેઠેલા મુસાફરને આપે છે. પછી એ કિટલીનું નોઝલ જાળીથી અંદર નાખે છે અને કપમા ંચા રેડે છે. અને એ જાળીમાંથઈ જ મુસાફર પાસેથઈ પૈસા પણ લે છે.
Also read: ચીનમાં હેલ્થ ઈમરજન્સી? સોશિયલ મીડિયામાં વાયરલ વીડિયો
અહીં આપણને એક ગુજરાતી કહેવત યાદ આવી જાય છે કે મન હોય તો માળવે જવાય. આ વીડિયો વાયરલ થયા બાદ લોકોની ટિપ્પણીઓનો વરસાદ વરસી રહ્યો છે. લોકો ચા વેચવાવાળાના જુગાડને બિરદાવી રહ્યા છે. કેટલાક લોકો કહી રહ્યા છે કે જે વ્યક્તિને કમાવું હોય છે, તે કોઇ પણ સંજોગોમાં કમાઇ શકે છે. તો વળી કોઇકે લખ્યું હતું કે ભારતના લોકોને ધંધો કરતા કોઇ નહીં રોકી શકે. જોકે, કેટલાકને આ વીડિયો ગરીબ ચા વેચનારની મજાક સમાન લાગ્યો છે અને તેમણે એ ગરીબ માણસની મજાક નહીં ઉડાવવાની સલાહ પણ આપી છે. તો કેટલાક લોકોએ સ્વચ્છતા અંગે પણ સવાલ ઊભા કર્યા છે, પણ આ વીડિયો તમને બતાવવાનો હેતુ એટલો જ કે When there is a will, there is a way.