આમચી મુંબઈ

ડ્રાઈવરની હત્યાની અફવા ફેલાવનારાની પોલીસે ગુજરાતથી કરી ધરપકડ

નવી મુંબઈઃ ડ્રાઈવરની હત્યા કરવાના સંબંધમાં સોશિયલ મીડિયા પર વીડિયો મૂકીને અફવા ફેલાવનારા આરોપીની ન્હાવા શેવા પોલીસે ગુજરાતમાંથી ધરપકડ કરી હતી. તાજેતરમાં અહીંના વિસ્તારમાં એક વીડિયો જોરદાર વાઈરલ થયો હતો. વીડિયો વાઈરલ થયા પછી ખાસ કરીને ડ્રાઈવર લોકો ડરી ગયા હતા. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઇરલ થઈ રહ્યો છે, જેમાં ટ્રક ડ્રાઈવરને ડરાવવાની વાત જણાવી હતી. વાઈરલ વીડિયોને કારણે ડ્રાઈવર સહિત ટ્રાન્સપોર્ટરમાં ડરનો માહોલ ઊભો થયો હતો. વાઈરલ વીડિયોમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે સરપંચના દીકરાનું અકસ્માતમાં મોત થવાથી 111 ડ્રાઈવરને મારી નાખવાના સોગંધ ખાધા છે.

ડ્રાઈવર જ્યાં જોવા મળશે તેમને મારી નાખવામાં આવશે અને અત્યાર સુધીમાં દસથી 20 ડ્રાઈવરની હત્યા કરી નાખવામાં આવી છે, તેનાથી લોકોમાં ડરનો માહોલ ઊભો થયો હતો. અફવા ફેલાવી લોકોમાં ડર ફેલાવવામાં મામલે પોલીસ સ્ટેશનમાં આરોપી સામે ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે. આ મામલે એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે આ મામલે વધુ તપાસ કરી વીડિયોમાં દેખાતી વ્યક્તિની ઓળખ કરી હતી. બરોડામાં રહેતા પંકજ ગિરિ તરીકે કરવામાં આવી હતી. જેથી તેના સામે સોશિયલ મીડિયા પર અફવા ફેલાવવાના મામલે ગુનો નોંધી તેની ગુજરાતના વડોદરાથી અટક કરવામાં આવી હતી. આરોપીએ (પંકજે) આ વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો. આ વીડિયોમાં કહેવામાં આવેલી વાતને લીધે આ રસ્તા પરથી પ્રવાસ કરતાં વાહનચાલકોમાં ડરનું વાતાવરણ નિર્માણ થયું હતું, જેથી આ ખોટી અફવાને લઈને ન્હાવા શેવા પોર્ટના વિસ્તારમાં ટ્રક ડ્રાઈવરો આવવાની મનાઈ કરતાં કામકાજ પર પણ અસર થઈ હતી. આ મામલે વધુ તપાસ કરતાં આરોપી પંકજે કહેલી વાત ખોટી સાબિત થઈ હતી. આ બાબતની જાણ પોલીસને થતાં આરોપીની અટકાયત કરવામાં આવી હોવાની માહિતી એક અધિકારીએ આપી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button