આપણું ગુજરાતઆમચી મુંબઈ

ચૂંટણી મહારાષ્ટ્રમાં પણ ગુજરાત ભાજપના નેતાઓ રહેશે બિઝી બિઝી, આ છે કારણ

ગાંધીનગરઃલગભગ બે કલાક બાદ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થશે અને મહારાષ્ટ્રમાં નેતાઓના માથા પર માથું નહીં રહે. ખૂબ જ રસપ્રદ એવા જંગમાં કોઈ પણ પક્ષ કાચું કાપવા માગતો નથી એટલે ન દિવસ ન રાત કે દિવાળીનો તહેવાર, બધા માટે ચૂંટણીનો પ્રચાર જ મહત્વનું કામ રહેશે. ત્યારે ગુજરાત ભાજપે પણ વ્યસ્ત રહેવું પડશે કારણકે અહીંના લાખો ગુજરાતી મતદારોને રીઝવવા માટે ગુજરાતના નેતાઓ-પદાધિકારીઓ પણ પ્રચારની ધૂરા સંભાળશે. આની તૈયારી થઈ ચૂકી છે અને નેતાઓનો મોટો કાફલો અહીં પહોંચી ગયો હોવાના અહેવાલો છે.

ભાજપના પ્રચાર માટે ગુજરાત સરકારના આરોગ્ય પ્રધાન, સહકાર પ્રધાન સહિત 75થી વધુ નેતા સક્રિય થઈ ગયા છે. આજે મંગળવારે મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ શકે છે. તે સાથે ગુજરાતમાં બનાસકાંઠા જિલ્લાની વાવ વિધાનસભાની પેટા ચૂંટણી પણ જાહેર થશે. જૂનાગઢની વિસાવદર બેઠક મુદ્દે હાઈકોર્ટમાં પિટિશન પેન્ડીંગ છે.

આ સ્થિતિ વચ્ચે ગાંધીનગરમાંથી બે મંત્રીઓ મહારાષ્ટ્ર પહોંચી ગયા હતા. જેમાં ઋષીકેશ પટેલ
આગામી સપ્તાહે રાજ્યના વધુ ચાર મંત્રીઓ અને ત્યારબાદ મુખ્યમંત્રી પણ મહારાષ્ટ્રમાં ચૂંટણી પ્રચારમાં સામેલ થશે. મહારાષ્ટ્રમાં ચૂંટણી જાહેર થયા બાદ નવેમ્બર-ડિસેમ્બરમાં રાજ્યમાં દોઢ- બે વર્ષથી લટકી પડેલી 75 નગરપાલિકા, બે જિલ્લા પંચાયત, 17 તાલુકા અને 4,600 જેટલી ગ્રામ પંચાયતોની ચૂંટણી જાહેર થશે.

દરમિયાન પાડોશી રાજ્યમાં ચૂંટણી છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે વખત ગુજરાતના પ્રવાસે આવવાની શક્યા છે. જેમાં 28મી ઓક્ટોબરે વડોદરા અને અમરેલીની મુલાકાત લેશે તેમ જાણવા મળ્યુ છે.

Also Read –

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button