Gujarat ના જીએસટી કમિશનરે મહાબળેશ્વર નજીક 620 એકર જમીન હડપી લીધી હોવાનો આક્ષેપ

મુંબઇ : ગુજરાતમાં (Gujarat) જીએસટી કમિશ્નર તરીકે અમદાવાદમાં ફરજ બજાવતા ચંદ્રકાંત વળવી (Chandrakant Valvi) પર મહારાષ્ટ્રના મહાબળેશ્વર (Mahabaleshwar)પાસે આખા ગામની 620 એકર જમીન ખરીદી હોવાનો આક્ષેપ થયો છે. તેમની સામે પરીવાર અને સગા સંબંધીઓ સાથે મળીને મહાબળેશ્વર પાસે ઝાડણી ગામમાં 620 એકર જમીન ખરીદી લીધાનો આક્ષેપ મહારાષ્ટ્રમાં થયો છે. તેવો મૂળ મહારાષ્ટ્રના સતારાના જિલ્લાના વતની છે.
મહાબળેશ્વરના આંતરિયાળ વિસ્તારોમાં જમીનો ખરીદી
સામાજિક કાર્યકર્તા સુશાંત મોરેએ સ્થાનિક માધ્યમો સમક્ષ આરોપ અને વહિવટી તંત્રને રજૂઆત કરતા જણાવ્યુ છે કે, ગુજરાતમાં CGST કમિશનર રહેતા IRS કેડરના ચંદ્રકાંત વળવીએ મહાબળેશ્વરના આંતરિયાળ વિસ્તારોમાં જમીનો ખરીદી છે. આ વિસ્તારમાં લાંબા સમયથી ગેરકાયદેસર બાંધકામ ખોદકામ, વૃક્ષોને કાપવા, અનઅધિકૃત રસ્તાઓ બાંધી વીજ પુરવઠો લાવીને પર્યાવરણ અને સ્થાનિક જીવસૃષ્ટીને વ્યાપક નુકશાન પહોંચ્યુ છે.
સામાજિક કાર્યકર્તા સુશાંત મોરેએ આક્ષેપ કર્યા
ત્રણેક વર્ષથી આજુબાજુમાં મોટાપાયે ખનન થઈ રહ્યુ છે એમ છતાંયે વહિવટી તંત્ર તરફથી કોઈ જ તપાસ થઈ રહી નહોતી.અહેવાલો અનુસાર, સ્થાનિક સામાજિક કાર્યકર્તા સુશાંત મોરેએ કહ્યું છે કે આ GST અધિકારીએ ગામમાં દરેકને કહ્યું કે તેમની જમીન સરકાર દ્વારા સંપાદિત કરવામાં આવશે.