આમચી મુંબઈમહારાષ્ટ્ર

પાણીના નવા સ્ત્રોત શોધવા માટે ભૂગર્ભ જળ સર્વેક્ષણ: ગુલાબરાવ પાટીલ

મુંબઈ: જલગાંવ જિલ્લામાં જલજીવન મિશન હેઠળ જે યોજનાઓ અમલમાં નથી આવી તે યોજનાઓ તાત્કાલિક શરૂ કરવી અને જે કોન્ટ્રાક્ટરોએ કામ લીધા પછી સમયસર કામ પૂર્ણ કર્યું નથી, તે કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરીને તેની પાસેથી ત્રણ ‘સી’ મુજબ વસૂલાત કરવી. વીજ જોડાણના અભાવે અધૂરી રહેલી પાણી પુરવઠા યોજનાઓ તાકીદે ચાલુ કરવી જોઈએ. તેમ જ જ્યાં પાણીના સ્ત્રોતો સુકાઈ ગયા છે ત્યાં ભૂગર્ભ જળ સર્વેક્ષણ કરીને નવા સ્ત્રોતો શોધવા જોઈએ એમ પાણી પુરવઠા અને સ્વચ્છતા મંત્રી ગુલાબ પાટીલે શુક્રવારે આદેશ આપ્યો હતો.

જલગાંવ જ્લ્લિા માટે જલજીવન મિશન અંતર્ગત પાણી પુરવઠા યોજનાઓની સમીક્ષા બેઠક પાટીલની અધ્યક્ષતામાં મંત્રાલયમાં યોજાઈ હતી. તેમણે જણાવ્યું હતું કે જલગાંવ જિલ્લામાં જિલ્લા પરિષદ દ્વારા જલજીવન મિશન કાર્યક્રમ હેઠળ કુલ 1359 યોજનાઓ અમલમાં મૂકવાની અપેક્ષિત છે. આ યોજનાઓમાંથી 1193 યોજનાઓ પ્રગતિમાં છે અને 166 યોજનાઓ પૂર્ણ અને કાર્યરત કરવામાં આવી છે. તેવી જ રીતે, જલજીવન મિશન કાર્યક્રમ હેઠળ મહારાષ્ટ્ર લાઇફ ઓથોરિટી દ્વારા કુલ 26 યોજનાઓ પ્રસ્તાવિત છે અને 22 યોજનાઓ પ્રગતિમાં છે. ઉપરાંત 4 યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે અને 2 યોજનાઓ ભૌતિક રીતે 100 ટકા પૂર્ણ છે. આ જિલ્લા માટે કુલ રૂ. 1205.58 કરોડનું વિતરણ કરવામાં આવ્યું છે, તેમણે કહ્યું હતું કે પીએફએમએસ સિસ્ટમ પર 1092.52 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો : Monsoon Session: 2022ની તુલનામાં 2023માં રોડ અકસ્માતમાં 34 ટકાનો વધારો

જલગાંવ જિલ્લામાં કુલ 1486 ગામો છે જેમાંથી 1268 ગામોનું નળ જોડાણ પૂર્ણ થયું છે. જેમાંથી 1010 ગામોને ‘હર ઘર જલ’ તરીકે જાહેર કરાયા હતા અને તેમાંથી 631 ગામોને હર ઘર જલ પ્રમાણિત કરવામાં આવ્યા છે. જિલ્લામાં કુલ 690798 પરિવારોમાંથી 690324 જેટલા પરિવારોને બીજી જુલાઈ 2024 સુધીમાં ઘરગથ્થુ નળ જોડાણો આપવામાં આવ્યા છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button