આમચી મુંબઈ
અભિવાદન
જાણીતા ઉદ્યોગપતિ, વૈશ્ર્વિક મરાઠી ચેમ્બર્સ ઓફ કોમર્સના ડિરેક્ટર, જગન્નાથ શેઠ પ્રતિષ્ઠાનના સલાહકાર અને શ્રીરંગ મર્કન્ટાઈલ ઈન્ડિયા પ્રા.લિના મેનેજિંગ ડિરેક્ટર પ્રકાશ તુકારામ ચીખલીકરનો ૮૦મો જન્મદિન સીસીઆઈ ક્લબમાં તેમના હિતચિંતકો અને પરિવારજનોની હાજરીમાં ઊજવાયો. આ પ્રસંગે પ્રકાશ ચીખલીકરનું અભિવાદન પુઢારી દૈનિક ગ્રુપના મુખ્ય સંપાદક પદ્મશ્રી ડો. પ્રતાપસિંહ જાધવે કર્યું હતું. તસવીરમાં ફરહાના શ્રીરંગ ચીખલીકર, રાજશ્રી અશોક પાઠારે, અશોક પાઠારે, પુઢારી દૈનિક ગ્રુપના ચેરમેન અને ગ્રુપ એડિટર યોગેશ જાધવ, મૃદુલા પ્રકાશ ચીખલીકર, શ્રીરંગ પ્રકાશ ચીખલીકર, રાહુલ વેલકર, ક્રિશ વેલકર, દેવિકા રાહુલ વેલકર નજરે ચડે છે.