થાણે રાસરંગ-૨૦૨૩નું ધમાકેદાર ઉદ્ઘાટન-ભૂમિપૂજન | મુંબઈ સમાચાર

થાણે રાસરંગ-૨૦૨૩નું ધમાકેદાર ઉદ્ઘાટન-ભૂમિપૂજન

મુંબઈ: પહેલી ઓક્ટોબર રવિવારના સવારના ૧૦.૦૦ કલાકે મોડેલા મિલ કમ્પાઉન્ડમાં એમ.સી.એચ.આઈ. થાણે દ્વારા આયોજિત રાસ રંગ-૨૦૨૩નું ભૂમિપૂજન અને ઈનોગ્રેશન ધમાકેદાર રહ્યું. ઈનોગ્રેશન સમયે ૮૦૦ રંગ રસિયાઓ હાજર હતા.

રાસ રંગના મુખ્ય આયોજક જીતુભાઈ મહેતાએ આ વરસે કશુંક નવું આપવા ગુજરાત-મહારાષ્ટ્રના મેગા નવરાત્રિ આયોજન હંમેશની જેમ ટોચ પર થાણે રાસ રંગ રહે તે માટે ગુજરાતના નવરાત્રિના સુપર સ્ટાર ઈસ્માઈલ દરબારને થાણે-મુંબઈ નવરાત્રિ માટે નક્કી કર્યા જેઓ બોલીવુડના સંગીત નિર્દેશક છે.

ઈસ્માઈલ દરબાર સાથે ‘હનીફ અસલમ’ જેઓના ઈશારે તેમના ઢોલ ઢબુકતા હોય છે અને આ લોકોની ટીમ સાથે અજયભાઈ આશરના સહકારથી એમ.સી.એચ.આઈના નેજા હેઠળ જીતુભાઈ મહેતાના નવરાત્રિ આયોજનનું ભૂમિપૂજન અને ઈનોગ્રેશન જોરદાર રહ્યા. આ પ્રસંગે ઘાટકોપરના જૈન અગ્રગણ્ય હરેશ અવલાણી, પરેશ શાહ, બિપીન શેઠ, ઘાટકોપરની સમાજ સેવિકા ડિમ્પલ પંડ્યા – આનંદ પાઠક તથા અન્યો અને થાણા લોકલમાંથી અલગ અલગ સમાજના આગેવાનો ઘોડબંદર રોડ ગુજરાતી સમાજના સમીર મહેતા, થાણા અચલગચ્છ જૈન સમાજના પ્રમુખ રીનવ શાહ, કચ્છી કડવા પાટીદાર સમાજના વિજયભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

સંબંધિત લેખો

Back to top button