આમચી મુંબઈ

મરાઠા સમાજને આરક્ષણ આપવા માટે સરકાર કટિબદ્ધ: મુખ્ય પ્રધાન

મુંબઈ: મરાઠા સમાજને આરક્ષણ મળે તે માટે રાજ્યમાં વિવિધ સ્થળે આંદોલન ચાલી રહ્યા છે અને જાલનામાં મનોજ જરાંગે અનશન પર બેઠા છે ત્યારે મુંબઈમાં સર્વપક્ષી બેઠક બોલાવવામાં આવી હતી અને બેઠક બાદ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ કહ્યું હતું કે મરાઠા સમાજને આરક્ષણ આપવા માટે સકારાત્મક ચર્ચા કરવામાં આવી હતી. જરાંગે ઉપવાસ કરી રહ્યા છે અને તેમની ચિંતા અમને થઈ રહી છે. અન્ય કોઈપણ સમાજનું આરક્ષણ ઓછું કર્યા વગર મરાઠા સમાજને આરક્ષણ આપવું જોઈએ એવો નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારનું વલણ પહેલા દિવસથી સ્પષ્ટ છે. અન્ય સમાજને નુકસાન થયા વગર મરાઠા સમાજને આરક્ષણ આપવા માટે નિષ્ણાતો સાથે ચર્ચા કરવી, ટાસ્ક ફોર્સ બનાવવી, સમર્પિત પંચ બનાવવું, સુપ્રીમ કોર્ટે દેખાડેલી ખામીઓ દૂર કરવી વગેરે પર અમે કામ કરી રહ્યા છીએ.

સરકાર મરાઠા આરક્ષણ માટે સકારાત્મક દૃષ્ટિએ જોઈ રહ્યા છીએ. ફક્ત જે નિર્ણય લેવામાં આવે તે કાનૂની દૃષ્ટિએ ટકવો જોઈએ. કોઈપણ પરિસ્થિતિમાં મરાઠા સમાજ ફસાઈ જાય એવું થવું ન જોઈએ, તેનું ધ્યાન અમે આપી રહ્યા છીએ. મરાઠા સમાજને આરક્ષણ આપવા માટે રાજ્ય સરકાર સકારાત્મક છે.


પેટના દુખાવા માટે જલ્દી જ ડૉક્ટર આપના ઘરે કાર્યક્રમ: એકનાથ શિંદે

મુંબઈ: અઢી વર્ષના કાર્યકાળમાં ઘરે બેસીને કારભાર ચલાવનારાઓએ અમારા પર ટીકા કરવી નહીં. સરકાર તમારા દરવાજા પર આવી રહી છે અને અનેક લોકોને લાભ મળી રહ્યા છે. આ જોઈને અનેક લોકોને પેટમાં શૂળ ઉપડી રહ્યું છે. આનો ઈલાજ કરવા માટે અમે ટૂંક સમયમાં ‘ડૉક્ટર આપલ્યા દારી’ કાર્યક્રમ લઈને આવવાના છીએ જેમાં તેમના પેટ શૂળનો ઈલાજ કરવામાં આવશે, એવો ટોણો મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ પાચોરામાં શાસન આપલ્યા દારી કાર્યક્રમમાં લોકોને સંબોધતાં માર્યો હતો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button