સરકારનો મહાલક્ષ્મી રેસકોર્સ પર ડોળો આદિત્યનો આરોપ
મુંબઈ: શિવસેના ઠાકરે જૂથના વિધાનસભ્ય આદિત્ય ઠાકરેએ કરેલા આરોપો બાદ મહાલક્ષ્મી રેસકોર્સ ફરી એક વાર ચર્ચામાં છે. આદિત્ય ઠાકરેએ આરોપ લગાવ્યો છે કે રાજ્ય સરકારની નજીકના બિલ્ડર પાસેથી મહાલક્ષ્મી રેસકોર્સની જગ્યા હડપી લેવાનો પ્રયાસ થઇ રહ્યો છે અને આ માટે સંબંધિત બિલ્ડર એ સ્થળના મેનેજમેન્ટને ધમકાવી રહ્યો છે. આટલું જ નહીં કોન્ટ્રેક્ટ પર સહી કરવા માટે દબાણ કરી રહ્યો હોવાના આરોપો ઠાકરેએ કર્યા છે.
આદિત્ય ઠાકરેએ સરકાર પરઆરોપ મૂકતાં એવું પણ કહ્યું હતું કે રેસકોર્સ પર રેસિંગ માટે કેટલીક જગ્યાઓ રાખવાની અને અન્ય જગ્યાઓ પર હોટેલ બનાવવાની યોજના છે. જોકે સરકાર, મુંબઈ
પાલિકા આ જગ્યા પર થીમ પાર્ક બનાવવાનો પ્રયાસ કરી રહી છે.
શિવસેના ઠાકરે જૂથે રેસકોર્સને ખસેડવામાં આવી રહ્યો હોવાનું અને જો ખાનગી જગ્યા સંપાદિત કરવામાં આવી રહી હોય અને તેના માટે પૈસાનો વ્યવહાર થઇ રહ્યો હોય તો તેનો વિરોધ નોંધાવ્યો છે. રેસકોર્સ સરકારી જગ્યા પર રહેવો જોઇએ, એવી ભૂમિકા ઠાકરે જૂથે હાથ ધરી છે.