આમચી મુંબઈમહારાષ્ટ્ર

Janmashtami Celebration ગોવિંદાઓને ‘ફૂલ-પ્રુફ’ સુરક્ષા, મળશે ક્રેનની સુવિધાઃ પાલિકાને કડક સૂચનાઓ અપાઇ

મુંબઈ: જન્માષ્ટમીનો તહેવાર મુંબઈમાં ગોવિંદા પથકો દ્વારા અનેરી રીતે ઉજવવામાં આવતો હોય છે, પરંતુ આ તહેવારની ઉજવણી ગોવિંદાઓ જે રીતે કરે છે તે અત્યંત જોખમી પણ છે. ‘દહીંહાંડી’ ફોડતા વખતે ઊંચા થર પર ચઢનારા અનેક ગોવિંદા નીચે પટકાતા જખમી થાય છે અને અમુક મૃત્યુ પણ પામ્યા છે. જોકે, આ પ્રકારની કોઇ અનિચ્છનીય ઘટના આ વર્ષે ન બને એ માટે સરકારે તૈયારી બતાવી છે.

મુંબઈના પાલક પ્રધાન દીપક કેસરકર ગોવિંદાઓની સુરક્ષા માટે બધી જ વ્યવસ્થા કરવાનો આદેશ મુંબઈ મહાનગરપાલિકાને આપ્યો છે. પાલિકાને ગોવિંદા પથકોને ક્રેન અને દોરી, હુક તેમ જ સેફ્ટી બેલ્ટ વગેરે ઉપકરણો પૂરા પાડવાનો આદેશ કેસરકરે આપ્યો છે.

આ પણ વાંચો: જન્માષ્ટમી પૂર્વે ગુજરાત બન્યું કૃષ્ણમય: રોશનીથી ઝળહળ્યું જગતમંદિર

મુંબઈ મહાનગરપાલિકા ગણેશોત્સવ પાછળ ખૂબ ખર્ચ કરે છે તો પછી દહીંહાંડીના તહેવાર માટે ખર્ચ કરવામાં શું વાંધો છે? તેવી ભૂમિકા માંડતા કેસરકરે ઉક્ત આદેશ પાલિકાને આપ્યો હતો.

ઉલ્લેખનીય છે કે ગોવિંદા, દહીંહાંડી અને અનેક ફૂટ ઊંચા માનવ-થર એ મુંબઈના જન્માષ્ટમીના તહેવારની ઉજવણીની ઓળખ છે. આ ઓળખ ટકી રહે એ માટે જિલ્લા વિકાસ નિયોજન દ્વારા પ્રો-ગોવિંદા જેવી યોજના પણ બહાર પાડવામાં આવી અને તેની માટે બે કરોડ રૂપિયાનું ભંડોળ પણ પૂરું પાડવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: Janmashtami special : જન્માષ્ટમી પર આ ચાર કૃષ્ણ મંદિરની મુલાકાત બની રહેશે રોમાંચક!

જોકે મુંબઈમાં વિવિધ ઠેકાણે ગોવિંદા પથકો દ્વારા દહીંહાંડી ફોડવામાં આવે છે ત્યારે પાલિકા તેમને ક્રેન, રસ્સી, સેફ્ટી બેલ્ટ જેવી વસ્તુઓ પૂરી પાડે તેવો આદેશ કેસરકરે આપ્યો હતો. મંગળવારે જ આ આદેશનું પાલન થઇ જવું જોઇએ તેવી કડક સૂચના તેમણએ આપી હતી. સૌથી ઉપરના બેથી ત્રણ થર પર ચઢતા ગોવિંદાની સુરક્ષા માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવે અને કોઇ દુર્ઘટના ન બને તેની માટે જે ખર્ચ થાય તે કરવો, તેવી સૂચના કેસરકરે આપી હતી.

આ પહેલી જ વખત ગોવિંદાઓને ક્રેન પૂરા પાડવામાં આવનાર હોઇ આવતા વર્ષે કેટલા ક્રેનની જરૂર પડશે અને કઇ રીતે ક્રેન પૂરા પાડવામાં આવશે તેનો અભ્યાસ કરી આવતા વર્ષે વધુમાં વધુ મંડળોને ક્રેન પૂરા પાડવામાં આવે, તેવો આદેશ કેસરકરે આપ્યો હતો.

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker