મરાઠા આંદોલન વખતે થયેલી હિંસામાં નોંધાયેલા ૨૮૬ ગુનાઓ રદ કરવા સરકારની મંજૂરી
મુંબઈ: રાજ્યમાં મરાઠા આરક્ષણ (ક્વોટા)ની માગણીને લઈને અનેક જગ્યાએ આંદોલને હિંસક રૂપ લીધું હતું. આ આંદોલમાં અનેક વ્યક્તિ સામે હિંસા અને તોડફોડ કરવા બદલ અનેક આંદોલનકારીઓ સામે ગુનાઓ નોંધવામાં આવ્યા હતા. ત્યારબાદ મરાઠા આરક્ષણ આંદોલનના મનોજ જરાંગે પાટીલે આ એફઆઇઆરને રદ કરવાની માંગણી કરી હતી. તેથી આંદોલન સમયે નોંધવામાં આવેલા કુલ ગુનાઓમાથી લગભગ ૨૮૬ જેટલા ગુનાઓ રદ કરવા માટે ગૃહ વિભાગ દ્વારા પરવાનગી આપવામાં આવી છે.
સાથે જ કોરેગાવ ભિમામાં ફાટી નીકળેલી હિંસાના પણ ૩૧૭ જેટલા કેસો રદ કરવાનો આદેશ આપવામાં આવ્યો હોવાનું એક સૂત્રએ જણાવ્યુ હતું. રદ કરવામાં આવેલા દરેક ગુનાઓ બાબતે દરેક માહિતી રાજ્યના શિયાળા અધિવેશનમાં આપવામાં આવશે.
રાજ્ય સરકારે ૨૦૨૨માં સામાજિક અને રાજકીય આંદોલન વખતે નોંધવામાં આવેલા ગુનાઓને રદ કરવાની ઘોષણા કરી હતી. માર્ચ ૨૦૨૩ સુધી નોંધાયેલા ગુનાને પાછા ખેચવા એક સમિતિની સ્થાપના કરવામાં આવી હતી. ત્યારબાદ મરાઠા આરક્ષણ અને કોરેગાવ ભિમાની હિંસા બદલ નોંધવામાં આવેલા ગુનાઓને રદ કરવા માટે પણ એક સમિતિ બનાવવામાં આવી હતી. આ સમિતિએ મરાઠા આરક્ષણમાં નોંધવામાં આવેલા કુલ ગુનાઓમાથી ૩૨૪ ગુના રદ કરવાનો નિર્ણય લીધો છે. કોરેગાવ ભિમાની હિંસામાં ૩૧૭ ગુનાને રદ કરવાની મંજૂરી મળી છે. પણ આ અરજીમાંથી ૫૩ જેટલા ગુનાઓને પાછા ખેંચવાની પરવાનગીને નકરવામાં આવી છે.
આંદોલન વખતે થયેલી હિંસામાં નોંધાયેલા ગુનાઓને રદ કરવા માટે સરકાર દ્વારા જીઆર રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં સામાજિક અને રાજકીય આંદોલન વખતે દાખલ કરવામાં આવેલા ગુનાઓને જો ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાની કે પ્રાઇવેટ અથવા પબ્લિક પ્રોપર્ટીને પાંચ લાખ કરતાં વધારેનું નુકસાન ન થયું હોવું જોઈએ, એવી શરતો આ જીઆરમાં મૂકવામાં આવી હતી.
ધારાસભ્ય સાંસદો સામે નોંધાયલા ગુનાઓને રદ કરવા સુપ્રીમ કોર્ટની પરવાનગી જરૂરી હતી, પણ હવે કોઈપણ પરવાનગીની સિવાય આ ગુનાઓ રદ કરવામાં આવશે. આ નિર્ણય સુપ્રીમ કોર્ટે આપેલા આદેશ મુજબ લેવામાં આવ્યો હોવાનું, સરકારે ચુકાદામાં જણાવ્યુ છે.