આમચી મુંબઈ

મકાનમાલિકો સામે લડવા માટે સરકાર ભારતના એડવોકેટ જનરલની નિમણૂક કરશે

રાજ્યના ભાડૂતો માટે રાહતના સમાચાર

રેન્ટ એક્ટ કાયદાને રક્ષણ આપવા માટેની માગ

૨૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં મામલો પેન્ડિંગ

૬ઠ્ઠી ફેબ્રુઆરીએ ૯ ની બેંચ સમક્ષ સુનાવણી

મુંબઈ: શહેરભરના ભાડૂતોનાં સંગઠનોએ અઠવાડિયા પહેલાં મુખ્ય પ્રધાન અને હાઉસિંગ પ્રધાનને પત્ર લખીને સુપ્રીમ કોર્ટ સમક્ષ મહારાષ્ટ્ર રેન્ટ કંટ્રોલ એક્ટ, ૧૯૯૯ અને મ્હાડા એક્ટના પ્રકરણ-૮નો બચાવ કરવા વરિષ્ઠ સલાહકાર અને વકીલોની ટોચની પેઢીની નિમણૂક કરવા વિનંતી કરી હતી. આ અંગે ભાડૂત એસોસિયેશન માટે રાહતના સમાચાર છે. ભાજપના એક સિનિયર નેતાએ એવો દાવો કર્યો છે કે આ કેસની સુનાવણીમાં ભારતના એડવોકેટ જનરલ ખુદ હાજર રહેવાના હોવાથી ભાડૂતોએ ચિંતા કરવાની આવશ્યકતા નથી.

છેલ્લાં ૨૪ વર્ષથી આ કેસ સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે અને સરકાર પ્રોપર્ટી ઓનર્સ એસોસિયેશન સામે કોઇ વકીલની નિમણૂક નહોતી કરી રહી, પણ એક અઠવાડિયા પહેલાં આ અંગે સરકારને વિનંતી કરવામાં આવી હતી કે મકાનમાલિકોની અરજી સામે સારા વકીલની નિમણૂક કરવામાં આવે. સરકારે ભાડૂત એસોસિયેશનની વાત કાને ધરીને ભારતના એડવોકેટ જનરલની નિમણૂક કરવાની તૈયારી દાખવી છે, એવું ભાજપના એક નેતાએ જણાવ્યું હતું.

પ્રોપર્ટી ઓનર્સ એસોસિયેશન (મકાનમાલિકોનું સંગઠન) અને અન્યોએ રેન્ટ કંટ્રોલ એક્ટ અને મ્હાડા એક્ટના પ્રકરણ-૮ની બંધારણીય માન્યતાને પડકારતા સુપ્રીમ કોર્ટ સમક્ષ કેસ દાખલ કર્યો છે, જે પાઘડીની જગ્યા પર ભાડૂતોને માલિકી આપવાની જોગવાઈ કરી છે. આ મામલો છેલ્લાં ૨૪ વર્ષથી પેન્ડિંગ છે. ૧૯૭૮માં વિશેષ અધિવેશનમાં ચાર ટકા વધારાને મંજૂરી આપવામાં આવી હતી, પરંતુ તેમ છતાં માલિકોએ કોર્ટમાં લડત ચાલુ રાખી હતી. સુપ્રીમ કોર્ટના પાંચ અને સાત ન્યાયમૂર્તિની ખંડપીઠ સમક્ષ સુનાવણી પૂરી થયા બાદ હવે આ અંગે ૯ ન્યાયાધીશોની ખંડપીઠ સમક્ષ સુનાવણી હાથ ધરાવાની છે. ચોથી જાન્યુઆરીએ આ કેસની સુનાવણી ક્યારે કરવી તેની તારીખ નવ ન્યાયમૂર્તિની ખંડપીઠ નક્કી કરશે અને મ્હાડા, મહારાષ્ટ્ર સરકાર અને ભાડૂત એસોસિયેશનોને પોતાનો પક્ષ માંડવાની તક આપશે.

આ કાયદાનો બચાવ કરવા માટે ભાડૂત એસોસિયેશને મહારાષ્ટ્ર સરકારને ટોચના વકીલની નિમણૂક કરવાની અરજી કરી છે. છેલ્લાં અનેક વર્ષથી રાજ્ય સરકાર આ અંગે આંખ આડા કાન કરી રહ્યું
છે. આ મામલે પ્રોપર્ટી ઓનર્સ એસોસિયેશનની વાત કોર્ટ કાને ધરશે તો તેની દૂરગામી અસર રાજ્યના કરોડો ભાડૂત પર પડી શકે છે, એવું ટેનન્ટ્સ એન્ડ રેસિડેન્ટ્સના વાઈસ પ્રેસિડેન્ટ એસોસિયેશનના પ્રવીણ જૈને જણાવ્યું હતું.

દક્ષિણ મુંબઈમાં પાઘડીમાં રહેતાં અને પાઘડી ટેનેન્ટ્સ એક્શન કમિટીનાં સભ્ય વિદુલા વારાવડેકરે જણાવ્યું હતું કે જો સુપ્રીમ કોર્ટ અરજીઓને મંજૂર આપે તો તેનો અર્થ એ છે કે મહારાષ્ટ્રમાં ભાડા નિયંત્રણનો અંત આવી શકે છે અને મકાનમાલિકો ગમે તે ભાડું વસૂલ કરી શકશે અથવા તો ભાડૂતોને બહાર પણ કરી શકે છે, પણ જો સુપ્રીમ કોર્ટ અરજીને ફગાવી દેશે તો ભાડૂતોને રક્ષણ મળશે, એવું તેમણે જણાવ્યું હતું.

કમિટી દ્વારા મુખ્ય પ્રધાનને લખવામાં આવેલા પત્રમાં ભાડૂતોએ રાજ્યમાં ભાડા નિયંત્રણના ઈતિહાસ અને ભાડૂતો દ્વારા પાઘડીની વાસ્તવિક ચુકવણીને ધ્યાનમાં રાખીને ભાડૂતોના અધિકારોનું રક્ષણ કરવા માટે પ્રતિબદ્ધતા માટે કહ્યું છે. અમે ભાડૂતોનાં હિતોના રક્ષણ માટે પ્રતિબદ્ધ છીએ અને જૂની તેમ જ જર્જરિત ઈમારતોના પુનર્વિકાસ હાથ ધરવું એ ભાડૂતો અને મકાનમાલિકોના હિતમાં જ છે, એવું જણાવીને એક ભાજપના એક ટોચના નેતાએ ટેનેન્ટ્સ એન્ડ રેસિડેન્ટ્સના સભ્ય લક્ષ્મીકાંત બિયાનીને આશ્ર્વાસન આપ્યું હતું કે મુખ્ય પ્રધાનને ભાડૂતોની મુદ્દાઓ અંગે વાકેફ કરશે.

ભાડૂતો માટેનું મુંબઈ ભાડૂત એકતા મંચ ચલાવી રહેલા રાજ પુરોહિતે કહ્યું હતું કે નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ સાથે શુક્રવારે રાતે સાડા અગિયાર વાગ્યે આ મુદ્દે મુલાકાત કરવામાં આવી હતી અને તેમણે મારી સામે જ દિલ્હીમાં એડવોકેટ જનરલને ફોન લગાવીને વ્યક્તિગત રીતે હાજર રહેવાની વિનંતી કરી હતી અને તેમણે સુપ્રીમ કોર્ટમાં હાજર રહેવાની તૈયારી દાખવી છે. ભાજપના નેતૃત્વ હેઠળની મહારાષ્ટ્ર સરકાર ભાડૂતોના હિતોનું રક્ષણ કરવા માટે કટિબદ્ધ છે એટલે ભાડૂતોએ ગભરાવાની આવશ્યકતા નથી.

ભાજપના મુંબઈ એકમના પ્રમુખ આશિષ શેલારે જણાવ્યું હતું કે રાજ્ય વિધાનસભાનું શિયાળુ સત્ર ૭મી ડિસેમ્બરે શરૂ થાય તે પહેલાં તેઓ ભાડૂતો સાથે તેઓ બેઠક કરશે. ભાજપનું વલણ ભાડૂતોનાં હિતોનું રક્ષણ કરવાનું છે. અમે આ મુદ્દાને આગળ ધપાવીશું. ભાડૂતોનાં હિતોને કોર્ટમાં યોગ્ય રીતે રજૂ કરવામાં આવે તેનું પણ ધ્યાન રાખવામાં આવશે. જો ભાડૂતો સુપ્રીમ કોર્ટમાં હારી પણ જાય તો અમે વિધાનસભામાં આ મુદ્દાને ઉઠાવીશું અને તેઓના રક્ષણ માટે કાયદો ઘડીશું.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે? વહુ સાથે આવી છે Nita Ambaniની Bonding, આ રીતે Isha Ambaniએ લૂંટી મહેફિલ… આવું છે અંબાણી પરિવારના ખાનદાની હારનું કલેક્શન, જોઈને આંખો પહોળી થઈ જશે… સપનામાં જોવા મળતી આ છ સફેદ વસ્તુઓ દેખાવી છે શુભ, સાંભળવા મળશે Good News