ધારાવી પુન:વિકાસ યોજના: નિવાસી સંસ્થા દ્વારા સરકારી સર્વેક્ષણને સમર્થન

મુંબઈ: એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટી ધારાવીના પુન:વિકાસ પ્લાન માટેના રાજ્ય સરકારની આગેવાની હેઠળના અનૌપચારિક ટેનામેન્ટ્સના ચાલી રહેલા સર્વેને ધારાવી અને તેની આસપાસના રહેવાસીઓના નવા રચાયેલા એસોસિએશને સમર્થન જાહેર કર્યું છે, અદાણી જૂથ દ્વારા હાથ ધરવામાં આવી રહેલા આ ત્રણ બિલિયન યુએસ ડોલરના પ્રોજેક્ટ દ્વારા અંદાજિત 10 લાખ રહેવાસીઓના જીવનમાં પરિવર્તન આવી જાય એવી આશા છે.
ધારાવીના રહેવાસીઓની બનેલી સિટિઝન એન્ડ સોસાયટી ડેવલપમેન્ટ વેલ્ફેર બોડીએ મહારાષ્ટ્ર સરકારની ધારાવી રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ/સ્લમ રિહેબિલિટેશન ઓથોરિટી (ડીપીઆર/એસઆરએ)ના સીઇઓ એસવીઆર શ્રીનિવાસને 30 જુલાઈના રોજ એક પત્ર લખ્યો હતો કે ‘અમે વહેલામાં વહેલી તકે સર્વેક્ષણ હાથ ધરવા વિનંતી કરીએ છીએ જેથી કરીને પુન:વિકાસ વધુ વિલંબ વિના આગળ વધી શકે.’
આ પણ વાંચો : …તો ધારાવીનું રિડેવલપમેન્ટ અટકાવી દઇશું: ઉદ્ધવ ઠાકરેએ આપી ચેતવણી
ધારાવી બનાવો આંદોલનનું સૂત્ર આપનાર સિટિઝન એન્ડ સોસાયટી ડેવલપમેન્ટ વેલ્ફેર બોડીએ (નાગરિક અને સમાજ વિકાસ કલ્યાણ સંસ્થા)ના પ્રતિનિધિઓ શ્રીનિવાસને મળ્યા હતા અને ધારાવીમાં હાથ ધરાઈ રહેલા સર્વેક્ષણના અભિયાનને આગળ વધારવા માટે એક મેમોરેન્ડમ સુપરત કર્યું હતું. (પીટીઆઈ