સરકારે એમએમઆરડીએને આપ્યા ₹ ૨૪૮ કરોડ
સ્ટેમ્પ ડ્યૂટીના અધિભારની રકમ મેટ્રોના કામ માટે વપરાશે
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ મનપા કાયદો ૧૮૮૮ અને મહારાષ્ટ્ર મહાનગરપાલિકા કાયદા ૧૯૪૯ની જોગવાઈ અનુસાર રાજ્ય સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવી રહેલા રાજ્ય સરકારના મહત્ત્વાકાંક્ષી નાગરી પરિવહન પ્રોજેક્ટ સંબંધિત મનપા વિસ્તારમાં સ્થાવર મિલકતોના વેચાણ, દાન અને ટ્રાન્સફર સંબંધી દસ્તાવેજો પર લેવામાં આવતી સ્ટેમ્પ ડ્યૂટી પર એક ટકા વધારાનો સેસ લાદવામાં આવ્યો હતો અને તેના આધારે મળેલી રકમના ભાગરૂપે પહેલી નવેમ્બરે એમએમઆરડીએને રૂ. ૨૪૮ કરોડ હસ્તાંતરિત કરવામાં આવ્યા હતા. રાજ્ય સરકાર દ્વારા બુધવારે બહાર પાડવામાં આવેલા આદેશમાં જણાવ્યા મુજબ ૨૦૨૩-૨૪ના બજેટની જોગવાઈમાં મંજૂર કરવામાં આવ્યા મુજબ ૧૮ સપ્ટેમ્બર, ૨૦૨૩ અને ૨૩ ઑક્ટોબર, ૨૦૨૩ના સરકારના નિર્ણય અનુસાર અનુક્રમે રૂ. ૧૮૧.૦૫ કરોડ અને રૂ. ૧૫૦ કરોડનું ભંડોળ વિતરિત કરવામાં
આવ્યું છે.