આમચી મુંબઈ

સરકારે મફત રાશન આપવાની યોજનાને વધુ પાંચ વર્ષ તો આપ્યા પણ…

મુંબઈ: કોરોના કાળ દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવેલી પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (PMGKAY) હેઠળ લગભગ 80 કરોડ કરતાં વધુ નાગરિકોને મફત રેશન આપવામાં આવ્યું હતું. તેના પછી 2024માં આ યોજનાને વધુ પાંચ વર્ષ સુધી ચાલુ રાખવાની જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી હતી. જોકે આ યોજનાનો લાભ લોકો સુધી પહોંચાડવા માટે પ્રશાસન દ્વારા કરોડો રૂપિયાનો ખર્ચ કરી રહ્યા હોવાનો આરોપ શરદ પવાર જૂથના નેતા જિતેન્દ્ર આવ્હાડે ભાજપ સરકાર પર કર્યો હતો.

PMGKAY હેઠળ જે રાશનની વહેંચણી કરવામાં આવી રહી છે, તેની થેલી પર પીએમ મોદીની તસવીર છાપવા માટે કરોડો રૂપિયા સરકાર દ્વારા ખર્ચ કરવામાં આવી રહયો છે. આ યોજના માટે એક થેલી બનાવવા માટે 12.39 રૂપિયા ખર્ચ કર્યા હોવાની માહિતી આવ્હાડે ટ્વીટ પર આપી હતી. આરટીઆઈ એક્ટિવિસ્ટ દ્વારા માહિતી મુજબ કેન્દ્ર સરકાર PMGKAY હેઠળ મફત રેશનની વહેંચણી માટે પીએમ મોદીની તસવીરવાળી 1,07,45,168 પ્લાસ્ટિકની થેલી બનાવવામાં આવી હતી, જેમાં એક થેલીના 12.375 રૂપિયા મુજબ 13,29,71,454 રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે.

આ આંકડા માત્ર રાજસ્થાનના છે, પરંતુ જો આખા ભારતની વાત કરીએ તો આ ખર્ચ કેટલા કરોડ રૂપિયા પહોંચશે? એવો સવાલ કરવામાં આવ્યા હતા. આવ્હાડે સરકાર પર ટીકા કરતાં કહ્યું હતું કે મોદીની તસવીરવાળી પ્લાસ્ટિકની થેલીઓની શું જરૂર છે? એક બાજુ ગરીબ કલ્યાણ અને બીજી બાજુ બિનજરૂરી ખર્ચ વધારવાનો. આ પૈસાથી બીજા અનેક લોકોને રેશન આપી શકાય છે. લોકોની મહેનતના પૈસાનો દૂર ઉપયોગ થઈ રહ્યો છે. ભાજપ આ યોજનાને લોકો સુધી પહોંચાડવા માટે લોકોના પૈસાથી પોતાનો પ્રચાર કરી રહ્યા હોવાનું કહીં આવ્હાડે કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું હતું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button