ગોરેગામ-મુલંડ લિંક રોડની ટ્વિન ટનલનું ખોદકામ આવતા વર્ષથી શરૂ થશે...
આમચી મુંબઈ

ગોરેગામ-મુલંડ લિંક રોડની ટ્વિન ટનલનું ખોદકામ આવતા વર્ષથી શરૂ થશે…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ
: ગોરેગામ-મુલુંડ લિંક રોડ (જીએમએલઆર) પ્રોજેક્ટ હેઠળ પહેલી ટ્વિન ટનલ માટેનું ખોદકામ આગામી વર્ષની શરૂઆતમાં શરૂ કરવામાં આવવાનું છે. હાલમાં પ્રોજેક્ટ સાઈટ પર વર્ટિકલ લોન્ચ શાફ્ટ ખોદવામાં આવી રહ્યું છે, જે ટનલ બોરિંગ મશીન (ટીબીએમ) માટે એન્ટ્રી પોઈન્ટ રહેશે.

લોન્ચિંગ શાફ્ટ લગભગ ૨૦૦ મીટર લાંબો, ૫૦ મીટર પહોળો રહેશે અને જેમાંથી ટીબીએમ મશીન જમીનમાં નીચે લાવવા અને એસેમ્બર કરવા માટેનો એન્ટ્રી પોઈન્ટ રહેશે. જાપાનથી આયાત કરવામાં આવેલા પહેલા ટીબીએમ હાલમાં સાઈટ પર જ અસેમ્બલ કરવામાં આવી રહ્યું છે.

પાલિકાના ઉચ્ચ અધિકારીના જણાવ્યા મુજબ જાન્યુઆરી ૨૦૨૬ સુધીમાં મશીનના છૂટા છૂટા ભાગોને સંપૂર્ણપણે જોડીને એક કરી નાખવામાં આવશે અને ત્યારબાદ તેને ચાલુ કરવામાં કરવામાં આવશે. બે ટ્વિન ટનલ માટે બે ટીબીએમની આવશ્યકતા છે. બીજું ટીબીએમ ડિસેમ્બર અંત સુધીમાં આવશે અને તેના છૂટા ભાગોનું જોડાણ થયા બાદ બીજી ટનલનું ખોદકામ શરૂ કરવામાં આવશે.

ફિલ્મસિટી ઓથોરિટી દ્વારા ટીબીએમ માટે જોશ મેદાન પાસે લગભગ ૧૦,૦૦૦ ચોરસ મીટર જગ્યા પણ આપી છે. ટનલનું કામ શરૂ થાય તે પહેલ ટીબીએમની કામગીરી માટે સાઈટ પર આશરે ત્રણ લાખ ઘન મીટર માટી ખોદવાની જરૂર પડશે. ૧૨.૨ કિલોમીટરના ગોરેગામ-મુલુંડ લિંક રોડને કારણએ મુસાફરીનો સમય ૭૫ મિનિટથી ઘટીને ૨૫ મિનિટ થઈ જશે. પ્રોજેક્ટનો ખુલ ખર્ચ ૧૪,૦૦૦ કરોડ રૂપિયા છે.

આ પણ વાંચો…ગોરેગામ-મુલુંડ લિંક રોડ: ટ્વિન ટનલના ખોદકામ માટે ટીબીએમના પૂર્જા સાઈટે પહોંચી ગયા, ટીબીએમ માટે લોન્ચિંગ શાફ્ટનું કામ શરૂ…

Sapna Desai

સપના દેસાઈ (BMC) પત્રકારત્વમાં બે દાયકાથી વધુ સમય સુધી અને હાલ મુંબઈ સમાચારમાં વરિષ્ઠ સંવાદદાતા તરીકે કાર્યરત છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન, એમએમઆરડીએ, હવામાન અને મુંબઈના રાજકીય પરિદૃશ્ય પર રિપોર્ટિંગ કરવામાં નિષ્ણાત છે. તેમની વ્યાપક કારકિર્દીમાં ફિલ્ડ રિપોર્ટિંગ અને ડેસ્ક કાર્ય બંનેનો સમાવેશ થાય છે. નાગરિક સમસ્યાઓ, હ્યુમન ઇન્ટરેસ્ટ સ્ટોરીઝ તથા… More »

સંબંધિત લેખો

Back to top button