હિન્દુ છોકરીઓએ જીમમાં ન જવું, યોગ કરો: ભાજપના વિધાનસભ્ય…

જિમમાં છોકરીઓને ફસાવવાનું ષડયંત્ર ચાલી રહ્યું હોવાનો દાવો કર્યો
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: હિન્દુ યુવતીઓને કોલેજમાં ન જવાની અપીલ કરતાં ભાજપના વિધાનસભ્યે કહ્યું હતું કે આવા જિમમાં ટ્રેનર કોણ છે તેની ખબર હોતી નથી એના કરતાં ઘરમાં યોગાસનો કરો, કેમ કે આવા જિમમાં હિન્દુ યુવતીઓ ખાસ કરીને કોલેજિયનોને ફસાવવાનું મોટું ષડયંત્ર ચાલી રહ્યું છે.
બીડ જિલ્લામાં એક સભાને સંબોધતા, ભાજપના વિધાનસભ્ય ગોપીનાથ પડળકરે કોઈનું નામ લીધા વિના દાવો કર્યો કે તેઓ (જે દેખીતી રીતે બીજા સમુદાયના સભ્યોનો ઉલ્લેખ છે) મહિલાઓને લલચાવી રહ્યા છે. ‘હિન્દુ છોકરીઓને મારી વિનંતી છે કે જ્યાં તમને ખબર નથી કે ટ્રેનર કોણ છે તેવા જિમમાં ન જાઓ.
ઘરે યોગ કરો તો સારું. તમને ખબર નથી કે આ ષડયંત્ર કેટલું મોટું છે. હિન્દુ યુવતીઓને કહો કે તેઓએ ઘરે યોગ અથવા કસરત કરવી જોઈએ. તેમને તાલીમ માટે જિમમાં જવાની જરૂર નથી,’ એમ પડળકરે કહ્યું હતું. ઓળખની વિગતો વિના કોલેજોમાં જતા યુવાનોને શોધી કાઢવા જોઈએ અને પ્રવેશ પર પ્રતિબંધ મૂકવો જોઈએ, એમ તેમણે ઉમેર્યું હતું. ‘આપણે એક મજબૂત પ્રતિબંધક વ્યવસ્થા બનાવવાની જરૂર છે,’ એમ સાંગલી જિલ્લાના જતના ભાજપના વિધાનસભ્યે જણાવ્યું હતું.
આ પણ વાંચો…તસવીરની આરપાર : આપણી મહિલા સશક્તીકરણનાં દરેક મોરચે અગ્રેસર…