અલવિદા પ્રીમિયર પદ્મિની: આજથી બની ગઇ ઇતિહાસ
મુંબઈ: વર્ષો સુધી માયાનગરી મુંબઇના રસ્તાઓ પર દોડતી અને મુંબઈની ઓળખ બની ચૂકેલી કાળી-પીળી ટેક્સી કે જેને આપણે બધા કાળી-પીળી પ્રીમિયર પદ્મિની’ ટેક્સી તરીકે પણ ઓળખીએ છીએ તે હવે મુંબઈના રસ્તા પરથી ગાયબ થવાની છે. હવે આ ટેક્સીની જગ્યાએ નવા મોડલ ધરાવતી એપ આધારિત કેબ સેવા શ કરવામાં આવશે, એવી માહિતી મળી છે.
ડીઝલ પર ચાલતી બેસ્ટની ડબલ ડેકર બસને બંધ કર્યા બાદ હવે છ છ દાયકા સુધી મુંબઇની શાન સમી અને ઓળખ બની ચૂકેલી આ કાળી પીળી ટેક્સીને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાની માહિતી સામે આવી રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે મુંબઈના પબ્લિક ટ્રાન્સપોર્ટ એટલે કે બેસ્ટ દ્વારા કાળી પીળી ટેક્સી તરીકેનું છેલ્લું રજિસ્ટે્રશન 29મી ઑક્ટોબર 2003ના રોજ તારદેવ આરટીઓ ખાતે કરવામાં આવ્યું હતું. મુંબઈની છેલ્લી રજિસ્ટર્ડ પ્રીમિયર પદ્મિની ટેક્સીના માલિક પ્રભાદેવીએ આ વિશે માહિતી આપતાં જણાવ્યું હતું કે પ્રીમિયર પદ્મિની ટેક્સી સોમવારથી મુંબઈના રસ્તાઓ પર ઓફિશિયલી નહીં દોડે.
મુંબઇ ટેક્સીમેન્સ યૂનિયનના મહાસચિવ એએલ ક્વાડ્રોસે ભૂતકાળની યાદો તાજી કરતાં કહ્યું હતું કે ટેક્સી તરીકે પ્રીમિયર પદ્મિનીની સફર 1964માં ફિયાટ 1100 ડિલાઇટ મોડલ સાથે શ થઇ હતી અને આ કાળી-પીળી ટેક્સીનો ઇતિહાસ ખૂબ જ રસપ્રદ છે. આ ટેક્સીનો રંગ કાળો-પીળો રાખવાનો શ્રેય સ્વતંત્રતા સેનાની અને પૂર્વ સાંસદ વીબી ગાંધીને જાય છે.
શહેરના જાણીતા ઇતિહાસકાર આ અંગેનો ઈતિહાસ ઉલેચતા જણાવ્યું હતું કે વીબી ગાંધીએ તત્કાલિન વડા પ્રધાન જવાહરલાલ નેહને એવી ભલામણ કરી હતી કે કેબના ઉપરના ભાગને પીળા રંગથી રંગવો જોઇએ જેથી તેને દૂરથી જ જોઇ શકાય અને કોઇ પણ પ્રકારના દાગને છુપાવવા માટે નીચેના ભાગને કાળો રાખવામાં આવે અને આ રીતે મુંબઈને કાળી પીળી ટેક્સીના સ્વપમાં એક આગવી ઓળખ મળી.
સ્વતંત્રતા બાદ ભારતમાં અનેક કાર મોડેલ હતી પણ ત્યાર બાદ આ મોડેલની સંખ્યા બે પૂરતી જ મર્યાદિત રહી ગઈ હતી. જેમાં પ્રીમિયર પદ્મિની અને એમ્બેસેડરનો સમાવેશ થાય છે.