આમચી મુંબઈ

Good News: આ તારીખથી Mumbai’s First Underground Metro-3માં પ્રવાસ કરી શકશે…

મુંબઈઃ મેટ્રોમાં પ્રવાસ કરનારા મુંબઈગરા માટે આનંદના સમાચાર સામે આવી રહ્યા છે. મુંબઈની પહેલી અંડરગ્રાઉન્ડ મેટ્રો (Mumbai’s First Underground Metro-3)માં પ્રવાસ કરવા માટે વધુ રાહ નહીં જોવી પડે. મુંબઈ મેટ્રો રેલ કોર્પોરેશન (Mumbai Metro Rail Corporation) દ્વારા મેટ્રો-3 કોરિડોરના ફેઝ થ્રીના ઈન્ટિગ્રેટેડ ટ્રાયલ રનની પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે અને ટૂંક સમયમાં જ રિસર્ચ ડિઝાઈન એન્ડ સ્ટાન્ડર્ડ ઓર્ગેનાઈઝેશન (RDSO)ની ટેસ્ટ શરૂ થશે.

એમએસઆરસીના એક વરિષ્ઠ અધિકારી દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર ઈન્ટિગ્રેટેડ ટ્રાયલ રન પૂરું થયા બાદ આરડીએસઓ પાસે મેટ્રોની તપાસ કરવા માટેની અરજી મોકલવામાં આવ્યો છે. જૂનના પહેલાં અઠવાડિયામાં પહેલાં ફેઝ પર આરડીએસઓ ટેસ્ટ શરૂ થવાની શક્યતા છે. આરડીએસઓ ટેસ્ટ દરમિયાન મેટ્રોની સ્પીડ, સિસ્ટમ, સેફ્ટી અને રોલિંગ સ્ટોકનું પરિક્ષણ કરવામાં આવે છે. આરડીએસઓનું સર્ટિફિકેટ મળ્યા બાદ છેલ્લે સીઆરએસ ટેસ્ટ માટે અરજી કરવામાં આવે છે. આ બધી પ્રક્રિયા જુલાઈ કે સપ્ટેમ્બર સુધી પૂરી થવાની શક્યતા છે.

આ પણ વાંચો : Mumbai Fire: મુંબઈના ધારાવીમાં લાગી આગ, છ ઘાયલ

અત્રે ઉલ્લેખનીય છે કે મેટ્રો-3 કોરિડોરનો પહેલો તબક્કા (Metro-3 Corridor First Phase) હેઠળ ગયા વર્ષના અંતથી આરે કોલોનીથી બીકેસી વચ્ચે મેટ્રોની ટ્રાયલ રન (Metro Trail Run Between Aarey To BKC Station) લેવાઈ રહી છે. આ દરમિયાન મેટ્રોને તેની મેક્સિમમ સ્પીડ પર દોડાવીને તેના તમામ ઉપકરણોની તપાસનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે. આ સાથે જ સિગ્નલિંગ સિસ્ટમ, ટેલિકોમ્યુનિકેશન, પ્લેટફોર્મ સ્ક્રીન ડોર અને ટ્રેકની ટેસ્ટિંગનું કામ પણ પૂરું થઈ ગયું છે.

મેટ્રો સેવા શરૂ કરવાની સાથે જ એમએસઆરસીને આરે કોલોનીમાં મેટ્રો કારશેડ તૈયાર કરવાનું કામ પણ લગભગ પૂરું થઈ હયું છે. કારશેડ તૈયાર થઈ જવાને કારણે મેટ્રો કોચના મેઈન્ટેનન્સની મેટ્રો પ્રશાસનની સમસ્યા પણ દૂર થઈ છે. પહેલાં ફેઝમાં 9 ટ્રેનની સાથે મેટ્રો સેવા શરૂ કરવામાં આવશે. એમએએસઆરસી દ્વારા બીજા ફેઝમાં મેટ્રો સેવા શરૂ કરવા માટે મેટ્રોની વધારાની 11 રેક મુંબઈ આવી ચૂકી છે અને એનું ટેસ્ટિંગનું કામ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
પૅરિસ ઑલિમ્પિક્સના ઍથ્લીટોના આ રહ્યા અનોખી ડિઝાઇનના ડ્રેસ… દાયકાઓ બાદ ગુરુપૂર્ણિમા પર બનશે મંગળની યુતિ, આ રાશિઓના જીવનમાં થશે મંગલ જ મંગલ… 2024માં આ સેલિબ્રિટી કપલ છૂટા પડ્યા હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે