આમચી મુંબઈ

કોંકણમાંથી આવ્યા ગૂડ ન્યૂઝઃ કેરીની આવક વધતા ભાવ પણ…

મુંબઈઃ મુંબઈ સહિત નવી મુંબઈની એપીએમસી માર્કેટમાં કેરી આવકમાં વધારો થવા લાગ્યો છે, જેથી આગામી દિવસોમાં કેરીના ભાવમાં પણ ઘટાડો થઈ શકે છે. કેરીના ભાવમાં ઘટાડો થવાથી આમ જનતા પણ કેરી ખરીદી કરવાનો અવકાશ રહેશે.

માર્કેટમાં કેરીની પેટીની 49,000 પેટીની આવક થઈ હતી, જેથી આગામી દિવસોમાં કિંમતોમાં ઘટાડાની શરૂઆત થઈ ગઈ છે. હોલસેલ બજારમાં હાપૂસ કેરી અંદાજે (ડઝન) લગભગ 300થી 1,000 રૂપિયાના ભાવે વેચાઈ રહી છે, જ્યારે રિટેલ માર્કેટમાં 700થી 1800 રૂપિયા પ્રતિ ડઝન વેચાય રહી છે. છેલ્લા એક અઠવાડિયા પહેલા આ જ કેરીના ભાવ 400થી 1100 રૂપિયાએ વેચાતી હતી. દર વર્ષે ગૂઢી પડવાથી કેરીની પુષ્કળ આવક થાય છે, જોકે આ વર્ષે તો હોળી પહેલા હાપૂસ કેરીની મોટી સંખ્યામાં આવક થઈ છે, જેથી આગામી દિવસોમાં ભાવમાં ઘટાડો થઈ શકે છે, એમ વેપારીએ જણાવ્યું હતું.

માર્કેટમાં મંગળવારે જ 49,000 પેટીની આવક થઈ હતી, જેમાં 39,424 પેટી કોંકણ અને 9,576 પેટી અન્ય રાજ્યોમાંથી આવી છે. રત્નાગિરી, સિંધુદુર્ગ અને રાયગઢ સાથે-સાથે કર્ણાટક, કેરળ અને આંધ્ર પ્રદેશથી પણ હાપૂસ કેરીની આવક શરૂ થઈ ગઈ છે, આનાથી કિંમતોમાં હજુ પણ ઘટાડો નોંધાય થઈ રહ્યો છે.

આ પણ વાંચો…
નાળિયેરીની જેમ કેસર કેરીના આંબાઓને પણ નુકસાન કરી રહ્યો છે ‘રોગ’

સ્થાનિક વેપારીનું કહેવું છે કે આ વર્ષે માર્ચથી 20 એપ્રિલ વચ્ચે કેરીની ભારી આવક થશે, જેથી ભાવ નિયંત્રણમાં રહેશે. કિંમત ઓછી હોવાના કારણે હાપૂસ હવે સામાન્ય લોકોની પહોંચમાં આવી જશે. હોળી પર લોકો આનો સ્વાદ ચાખી શકશે.
ગયા સપ્તાહની તુલનામાં હાપૂસનો ભાવ ડઝનદીઠ 100 રૂપિયાથી ઘટીને 300થી 1,000 રૂપિયા પહોંચ્યો છે. 20મી એપ્રિલ સુધી હાપૂસ કેરીની આવકમાં વધારો થતો રહેશે ત્યારે આ વર્ષે હોળીના તહેવારથી જ કેરીના રસનો આનંદ માણી શકાશે. ગરમી શરૂ થતા જ બજારમાં કોંકણથી કેરી આવે છે તેમજ અન્ય રાજ્યોમાં પણ કેરીની આવક થાય છે.

કર્ણાટકથી વધુ કેરી આવે છે. આમા મોટા ભાગે હાપૂસનો સમાવેશ થાય છે, જો કે કર્ણાટકની હાપૂસ કેરી પણ કોકણની હાપૂસ જેવી જ હોય છે. કોંકણના હાપૂસની ખેતી કર્ણાટકમાં કરવામાં આવે છે. જોકે કોંકણની લાલ માટીમાં થતી હાપૂસ કેરીની મીઠાસ કર્ણાટકથી આવતી કેરી જેવી નથી હોતી, તેથી બંન્ને સરખી જોવા મળે છે પણ બંન્નેના સ્વાદની તુલના થઈ શકતી નથી.

આ પણ વાંચો…
Sorry Mango lovers: કાચી કેરી આ ભાવે મળે છે તો પાકી કેરી ગજવાને ક્યાંથી પોસાશે?

કર્ણાટકથી બદામી, તોતાપુરી, લાલબાગ પ્રકારની કેરી પણ બજારમાં આવી રહી છે. તમામ કેરીનો સ્વાદ અલગ-અલગ હોય છે. આમાથી મોટા ભાગે બદામી કેરીનો ઉપયોગ જ્યુસ બનાવા માટે થાય છે. હોલસેલ બજારમાં આ કેરી 80થી 200 રૂપિયા પ્રતિ કિલો મળે છે. રિટેલ માર્કેટમાં આની કિંમત 150થી 250 રૂપિયા પ્રતિ કિલો સુધી છે, જે લોકો હાપૂસ ખરીદી શકતા નથી. તેઓ આ કેરીને પસંદ કરે છે. હાલના તબક્કે તો એપીએમસી માર્કેટમાં રોજ આ કેરીની ચારથી પાંચ હજાર પેટીઓ આવી રહી છે, તેથી ભાવ ઘટવાનું શક્ય છે, એમ વેપારીએ જણાવ્યું હતું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button