આમચી મુંબઈ

મુંબઇગરા માટે ગુડ ન્યૂઝ…. મુંબઇને પાણી પુરવઠો કરનારા ચારેય જળાશયો ઓવરફ્લો

મુંબઇ: છેલ્લાં બે દિવસથી મુંબઇ સહિત રાજ્યમાં વરસાદની જોરદાર બેટીંગ ચાલી રહી છે. જોકે આ વરસાદ મુંબઇગરા માટે ગુડ ન્યૂઝ લઇને આવ્યો છે. કારણ કે છેલ્લાં બે દિવસ થયેલ વરસાદને કારણે મુંબઇ સહિત રાજ્યના ઘણાં જળાશયો ઓવરફ્લો થયા છે. મુંબઇને પાણી પુરવઠો કરનારા ચારેય જળાશયો ભરીને વહી રહ્યાં છે. હાલમાં રાજ્યના ડેમમાં કુલ 66.07 ટકા જેટલો જળસંચય થયો છે. જોકે પાછલાં 24 કલાકમાં ડેમની જળસપાટીમાં માત્ર 0.77 ટકા જેટલો વધારો નોંધાયો છે. પાછલા વર્ષે આ દિવસે રાજ્યના ડેમમાં 85.71 ટકા જળસંચય થયો હતો. જોકે મુંબઇને પાણી પુરવઠો કરનારા ચારેય જળાશયો ઓવરફ્લો થયા છે.

ઉજની ડેમમાં 18.28 ટકા પાણીનો સંચય થયો છે. આ ડેમમાં હજી પાણીની આવક થઇ રહી હોવાથી આ આંકડો હજી ઉપર જઇ શકે છે. જોકે પાછલાં વર્ષે ઉજની 100 ટકા ભરાઇ જતાં ખેડૂતોને સિંચાઇ માટે ઘણું બધુ પાણી ઉપલબ્ધ હતું. જોકે આ વખતે આ પ્લાનીંગ સિંચાઇ વિભાગને કરવું પડશે. જાયકવાડીમાં 32.55 ટકા જળસંચય થયો છે. આ ડેમમાંથી પાણી ગોદાવરીમાં જતું હોવાથી જાયકવાડીમાં પણ પાણીની આવક વધવાની શક્યતાઓ છે. જોકે પાછલાં વર્ષે આ સમયે 98 ટકા ડેમ છલોછલ હતાં. તેથી ખેતી ઉપરાંત પીવાના પાણી ચિંતા મટી ગઇ હતી. જોકે આ વર્ષે સરકારને પીવાના પાણીની વ્યવસ્થા કરવી પડશે.

મુંબઇના સાતે તળાવોમાં 96.20 ટકા જળસંચય થયો છે. મુંબઇના ચાર જળાશયોમાં પાણીની આવક 100 ટકા થઇ છે. તુલસી, વિહાર, તાનસા અને મોડકસાગર જળાશયો ઓવરફ્લો થયા છે. તાનસા અને મોડકસાગરમાંથી પાણી હવે વહી રહ્યું છે.

હાલમાં અપર વૈતરણામાં 87.13 ટકા, મોડક સાગર અને તાનસામાં 100 ટકા, મધ્ય વૈતરણામાં 97.61 ટકા, ભાતસામાં 97.05 ટકા તથા વિહાર અને તુલસીમાં 100 ટકા જળસંચય થયો છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

One Comment

Back to top button