આમચી મુંબઈ

Metro-3ને લઈને આવ્યા Good News, આ તારીખથી થશે શરૂ…

મુંબઈ: લાંબા સમયથી જેની રાહ જોવાઈ રહી હતી એવી Metro 3ને લઈને મહત્વની માહિતી સામે આવી રહી છે. Metro 3ની ફાઈનલ ટ્રાયલ રન ચાલી રહી છે અને મે મહિનાના અંત સુધીમાં Metro 3 દોડાવવામાં આવશે એવી શક્યતા વ્યકત કરાઈ રહી છે. મુંબઈ મેટ્રો-3 પહેલાં તબક્કામાં શરૂ થશે. Aareyથી BKC સુધી Metro 3 દોડાવવામાં આવશે. આ પહેલાં metro 3ની સ્પીડનો અભ્યાસ કરવા માટે ખાલી કોચ સાથે ટ્રેનની ડ્રાય રન લેવામાં આવી હતી.

ખાલી ડબ્બા સાથેની ટ્રાયલ રન સફળ થતાં હવે આઠ કોચવાળી આ મેટ્રો ટ્રેનના દરેક કોચમાં બારી ખડીવાળી ગૂણીઓ નાખીને એની ટ્રાયલ રન લેવામાં આવશે. આ ટ્રાયલ રનનો હેતુ પ્રવાસીઓનું કેટલું વજન વહન કરવા માટે આ મેટ્રો રેક સક્ષમ છે એ જાણવાનો છે. આ પછી ટેસ્ટ આવતા અઠવાડિયે શરૂ થશે એવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે. આ ટ્રાયલ રન દરમિયાન વિવિધ પરિબળોનું ડોક્યુમેન્ટેશન કરવામાં આવશે.


આ પણ વાંચો:
Metro-3 માટે આવ્યા સૌથી મોટા સમાચાર, આગામી મહિનાથી થશે આની શરુઆત

મુંબઈ મેટ્રોની આ ટેસ્ટ સીધા અને વળાંકવાળા ટ્રેક પર થવાની છે અને એ સમયે તમામ તકેદારી રાખીને જ ટ્રાયલ રન લેવામાં આવશે. પ્રવાસીઓ માટે આ સેવા શરૂ કરવામાં આવે એ પહેલાં મેટ્રોમાં પ્રશાસનને કોઈ ખામી ન દેખાવવી જોઈએ, એવી માહિતી મેટ્રો પ્રશાસન દ્વારા આપવામાં આવી છે.

મુંબઈ મેટ્રો-3ની વાત કરીએ તો અત્યાર આ પ્રકલ્પનું 96 ટકા કામ પૂરું થઈ ગયું છે. બાકીના કામ જેવા કે ટ્રેનોનું સુશોભીકરણ અને અન્ય નાના મોટા કામ બાકી છે. મુંબઈ મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર અંડર ગ્રાઉન્ડ મેટ્રો શરૂ થયા બાદ દરરોજ 260 સર્વિસ શરુ કરવામાં આવશે અને એમાં આશરે 17 લાખ પ્રવાસીઓ પ્રવાસ કરશે.

મુંબઈ મેટ્રો-3ના બીજા તબક્કાનું કામ પણ ચાલી રહ્યું છે. બીકેસીથી આચાર્ય અત્રે ચોક વરલી સુધીનો બીજો તબક્કો રહેશે. પહેલાં તબક્કાનો કુલ ખર્ચ આશરે 37,000 કરોડ રૂપિયા જેટલો છે. જ્યારે આરેથી બીકેસી સુધીનો પહેલો તબક્કો મે અંત સુધીમાં શરૂ થવાની પૂરેપૂરી શક્યતા છે. બીજો તબક્કો બીકેસીને કફ પરેડને જોડવામાં આવશે અને આ બીજો તબક્કો ઓક્ટોબરના અંત સુધીમાં શરૂ થવાની શક્યતા છે.

મુંબઈ મેટ્રો-3 પ્રકલ્પની કુલ 33 કિમી હોઈ કુલ 27 સ્ટેશન છે. પહેલાં તબક્કો આરેથી બીકેસી સુધીનો છે જેમાં 10 સ્ટેશનનો સમાવેશ થાય છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button