આમચી મુંબઈ

ગોંડલ સંપ્રદાયના પૂ. વિમળાબાઈ મ.સ. દેવલાલીમાં કાળધર્મ પામ્યાં

મુંબઈ: ગોંડલ સંપ્રદાયના પૂ. પ્રાણલાલજી મ.સા.ના પરિવારના ઉગ્રવિહારી પૂ. જયાબાઈ મ.સ.ના સુશિષ્યા પૂ. વિમળાબાઈ મ.સ. ૯૧ વર્ષની વયે ૬૯ વર્ષના દીક્ષા પર્યાય સહિત દેવલાલી ખાતે તા. ૨૯-૧૦-૨૩ના રાત્રે ૯.૨૧ કલાકે કાળધર્મ પામ્યાં છે. તા. ૩૦ના પાલખીયાત્રા નીકળી હતી.

સાવરકુંડલામાં માતા ચંપાબેન અને પિતા ધીરજલાલ મગીયાના ગૃહાંગણે જન્મેલાં વિમળાબેને ૨૪ વર્ષની ઉંમરે ઈ.સ. ૧૯૫૬, વૈશાખ સુદ-૧૦ના ગુરુપ્રાણના શ્રીમુખે છેલ્લી દીક્ષા ધારણ કરનારાં સતી રત્ન હતાં. તેઓશ્રીની વૈયાવચ્ચમાં પૂ. જ્યોતિબાઈ મ.સ., પૂ. હંસાબાઈ મ.સ. હતા. પૂ. શ્રી ધીરગુરુદેવના સાંનિધ્યે ગુણાંજલિ અર્પણ કરાયેલ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button