આમચી મુંબઈ

દાગીના બનાવવા આપેલું સોનું લઇ પલાયન થયેલા કારીગરની ધરપકડ

મુંબઈ: દાગીના બનાવવા માટે આપેલું રૂ. નવ લાખની કિંમતનું સોનું લઇને પલાનય થઇ ગયેલા કારીગરને એમએચબી પોલીસે કોલકાતાથી ઝડપી પાડ્યો હતો. આરોપીની ઓળખ તાપસ નિમાઇ દાલોઇ તરીકે થઇ હોઇ તેની પાસેથી સોનું જપ્ત કરાયું હતું.

દહિસરમાં દાગીના બનાવવાનું કારખાનું ધરાવતા વિજય પટની પાસે તાપસ દાલોઇ કામ કરતો હતો. 24 નવેમ્બરે તાપસને દાગીના બનાવવા માટે સોનું આપવામાં આવ્યું હતું. જોકે તાપસ સોનું લઇને પલાયન થતાં એમએચબી પોલીસ સ્ટેશનમાં તેની સામે ફરિયાદ નોંધાવાઇ હતી. આ પ્રકરણે ગુનો દાખલ કરીને પોલીસે તાપસની શોધ આદરી હતી.

તાપસ કોલકાતાનો વતની હોઇ તે ગુનો આચર્યા બાદ કોલકાતા ભાગી છૂટ્યો હોવાની માહિતી પોલીસને મળી હતી. આથી પોલીસ ટીમ તેની શોધમાં કોલકાતા રવાના થઇ હતી અને સ્થાનિક પોલીસની મદદથી તેને એક ગામમાંથી તાબામાં લીધો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button