આમચી મુંબઈમહારાષ્ટ્ર

ગોખલે બ્રિજનો બીજો ગર્ડર બહુ જલદી લૉન્ચ થશે

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: અંધેરીનો ગોપાલ કૃષ્ણ ગોખલે પુલના બીજા ગર્ડરનો ભાગ આખરે મુંબઈમાં આવી ગયો છે અને તેને જોડવાનું કામ હાલ કન્સ્ટ્રકશન સાઈટ પર ચાલી રહ્યું છે. બહુ જલદી તેનું જોડાણનું કામ પૂરું થયા બાદ ગર્ડરને રેલવે લાઈન પર લોન્ચ કરવામાં આવવાનો હોવાનું પાલિકાના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું.

ગયા વર્ષે ઑક્ટોબરમાં ગોખલે પુલના પહેલા ગર્ડરના જોડાણનું કામ પૂરું થયા બાદ હવે ૨૩ ઑગસ્ટ સુધીમાં બીજી બાજુના ગાર્ડરનું જોડાણનું કામ પૂરું કરવાનું આયોજન છે. થોડા દિવસ અગાઉ જ પુલના બીજી બાજુના ગર્ડરના તમામ ભાગ મુંબઈમાં દાખલ થયા હતા અને હવે ઝડપથી તેને જોડવાનું કામ ચાલી રહ્યું છે, ત્યારબાદ રેલવે સાથે ચર્ચા કર્યા બાદ ગર્ડર લૉન્ચિંગ માટે બ્લોક હાથ ધરાશે અને ત્યારબાદ બાકીના અન્ય કામ પૂરા કરવામાં આવવાના છે.

ગોખલે પુલની બીજી લેન ચાલુ કરીને આગામી ચોમાસા પહેલા એટલે કે માર્ચ ૨૦૨૫થી મે, ૨૦૨૫ સુધીમાં ગોખલે પુલને સંપૂર્ણ રીતે વાહનવ્યવહાર માટે ખુલ્લો મૂકવાનું લક્ષ્યાંક હોવાનું પાલિકાના એડિશનલ કમિશનર અભિજિત બાંગરે જણાવ્યું હતું.
ગોખલે પુલના બીજા ગર્ડરનું જોડાણનું કામ પૂરું થયા બાદ રેલવે લાઈન પર બ્લોક લઈને ગર્ડરને લોન્ચ કરવાનું કામ ટેક્નિકલી પડકારજનક છે. ગર્ડરનું વજન, તેને રેલવે પાટા ઉપર લોન્ચ કરવા જેવી બાબતોને ધ્યાનમાં લઈને રેલવે પ્રશાસન સાથે સતત ચર્ચા ચાલી રહી છે. ટાઈમ ટેબલ મુજબ કામ કરવું આવશ્યક રહેશે. તેથી રેલવે ઓથોરિટીના બ્લોક અને ગર્ડર લોન્ચિંગ માટે લગભગ ૬૦ દિવસનો સમય લાગી શકે છે. ગર્ડર લોન્ચ થયા બાદ અપ્રોચ રોડનું કામ પણ ચાલુ કરવામાં આવશે.

એક વખત ગર્ડર લોન્ચ થયા બાદ પાલિકા દ્વારા તરત સર્ફેસિંગ અને કૉંકીટાઈઝેશનનું કામ હાથ ધરવામાં આવશે. કૉન્ટ્રેક્ટરને ૧૪ નવેમ્બર સુધીની મુદત પાલિકાએ આપી હોવાનું કહેવાય છે. સંબંધિત કૉન્ટ્રેક્ટરને ગર્ડરના છુટ્ટા ભાગ લાવવામાં થયેલા વિલંબને કારણે પાલિકાએ તેને દંડ પણ ફટકાર્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
શ્રેષ્ઠ હવાની ગુણવત્તાવાળા ભારતીય શહેરો ઘરમાં મચ્છરોના ત્રાસથી તમને આ કુદરતી ઉપાય બચાવશે Fat Belly થશે Flat, આ પાંચ ફ્રુટ્સ ચપટી વગાડતામાં ઓગાળશે પેટની ચરબી… …તો દુનિયાને ના મળી હોત Mercedesની લકઝુરિયસ કાર!

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker