આમચી મુંબઈ

અંધેરીના ગોખલે બ્રિજના બીજા ગર્ડરને પચીસ મીટર ખસેડાયો, ૬૧ મીટરનુંં અંતર બાકી

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકાએ બુધવારે મોડી રાતના અંધેરીમાં પૂર્વ-પશ્ર્ચિમને જોડનારા ગોપાલ કૃષ્ણ ગોખલે પુલની દક્ષિણ બાજુના લોખંડના ગર્ડરને સફળતાપૂર્વક ખસેડ્યું હતું. આ ઑપરેશનમાં ગર્ડરને કુલ ૮૬ મીટર ખસેડવાનો સમાવેશ થાય છે, જેમાં પચીસ મીટર પહેલાથી જ ખસેડવાનું કામ પૂરું થઈ ગયું છે. પશ્ર્ચિમ રેલવે તરફથી વધારાની મંજૂરીઓ અને નાઈટ બ્લોક મળ્યા બાદ બાકીનું કામ હાથ ધરવામાં આવશે. પુલનું કામ પૂરું કરવાની ડેડલાઈન ૩૧ માર્ચથી ૩૦ એપ્રિલ, ૨૦૨૫ સુધી આગળ વધારવામાં આવી છે.

પુલના બીજા ગર્ડરના ભાગો અંબાલાના ફેબ્રિકેશન પ્લાન્ટમાંથી મુંબઈ લાવવામાં આવ્યા હતા. ગર્ડરના હિસ્સાઓને જોડવાનું કામ ૨૪ ઑગસ્ટના પૂરું થયું હતું. દરેક ગર્ડર ૧૩.૫ મીટર પહોળા (ત્રણ લેન સાથે) અને ૯૦ મીટર લાંબા છે, જેનું વજન આશરે ૧,૩૦૦ મેટ્રિક ટન છે. ક્ધસ્ટ્રક્શન સાઈટ પર જગ્યા ઓછી ઉપલબ્ધ હોવાથી રેલવે સેકશન પર ગર્ડરને જોડવાથી લઈને એના પ્લેસમેન્ટ એમ બંને કામ માટે ૩૬૦ ડિગ્રી ફરતી ક્રેનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. એસેમ્બલિંગ બાદ બુધવાર, ચાર સપ્ટેમ્બરના રાતના ૧૦ વાગ્યાથી સવારના પાંચ વાગ્યાની વચ્ચે બીજા ગર્ડરને રેલવે સેકશન પર ૨૫ મીટર ખસેડવામાં આવ્યો હતો.

પાલિકાના ઉચ્ચ અધિકારીના જણાવ્યા મુજબ ચુસ્ત પ્લાન અને ટેક્નિકલ સુપરવિઝન હેઠળ પશ્ર્ચિમ રેલવેએ મંજૂર કરેલા પ્લાન અને યોજના મુજબ ગર્ડરને બેસાડવાનું કામ હાથ ધરવામાં આવ્યું છે. શરૂઆતમાં ગર્ડરને ૨૫ મીટર સુધી ખસેડવાનું કામ પડકારજનક હતું, પરંતુ તે સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું હતુું. પહેલા તબક્કાની માફક બીજા તબક્કામાં ગર્ડરના છૂટા ભાગોને જોડવાનું કામ જમીનના સ્તરથી ૧૪થી ૧૫ મીટર ઊંચાઈએ પૂર્ણ કરવામાં આવી હતી અને હવે આગળના તબક્કામાં ગર્ડરને ૭.૫ મીટર ઊંચાઈ સુધી નીચે લાવવાના કામનો સમાવેશ થાય છે.

એક વખત ગર્ડર બેસાડી દેવામાં આવશે ત્યારબાદ ક્રેશ બેરિયર્સ બેસાડવા, ડામર નાખવો, એક્સેસ રોડ બનાવવાનો, સ્ટીલ લાઈટ ગોઠવવી અને રોડ માર્કિંગ પેન્ટિંગના કામનો સમાવેશ થાય છે. રેલવે સેકશન પર બીજા ગર્ડરને શિફ્ટ કરવા માટે ટેક્નિકલ ઈન્સ્પેકશનનું કામ મેસર્સ રાઈટસ લિમિટેડ અને પશ્ર્ચિમ રેલવેના અધિકારીઓ તરફથી કરવામાં આવ્યું હતુંં. પશ્ર્ચિમ રેલવે તરફથી મંજૂરી મળ્યા બાદ ગર્ડરને ખસેડવાનું કામ આગળ વધશે.

આવતા વર્ષે એપ્રિલમાં ખુલ્લો મુકાશે
આ દરમિયાન ગોખલે પુલના રેલવે ભાગ ઉપરનો બાંધકામનો બીજો તબક્કો ૧૪ નવેમ્બર સુધીમાં પૂર્ણ થવાની ધારણા છે અને પાલિકાની હદમાંનો એપ્રોચ રોડ ૩૦ એપ્રિલ, ૨૦૨૫ સુધીમાં પૂરો થવાનો છે. ગર્ડર લોન્ચિંગ અને કામ પૂરું કરવામાં વિલંબ થવાને કારણે કૉન્ટ્રેક્ટરને દંડ ફટકારવામાં આવ્યો હતો. ૨૬ ફેબ્રુઆરીથી બ્રિજનો ઉત્તરીય ભાગ હળવા વાહનો માટે ખોલવામાં આવ્યો હતો.

Show More

Related Articles

Back to top button
એક મહિનામાં પેટ પરથી ચરબીના થર ઉતારી દેશે આ એક વસ્તુ… આટલી મોંઘી કુર્તી પહેરીને પપ્પાના ખોળામાં મસ્તી કરતી દેખાઈ Raha Kapoor… આ બોલીવૂડ એક્ટ્રેસના લૂક દશેરા-દિવાળી પર કેરી કરશો તો છવાઈ જશો… નીરજ નથી મનુ ભાકરના સૌથી ચાર મનપસંદ સ્પોર્ટ્સપર્સન્સમાં?