આમચી મુંબઈમહારાષ્ટ્ર

જીએનએસએસ છે? તો હવે કરજો મફત પ્રવાસ…

20 કિલોમીટર સુધી નેશનલ હાઇ-વે પર દરરોજ ટોલમાં મળશે રાહત

મુંબઈ: પરિવહન ખાતાએ 2008ના નેશનલ હાઇ-વે એક્ટમાં સુધારો કર્યો હોવાને પગલે હવે ‘ગ્લોબલ નેવિગેશન સેટેલેાઇટ સિસ્ટમ’ એટલેકે જીએનએસએસ ધરાવતા વાહનોને મોટી રાહત મળશે. જીએનએસએસ ધરાવતા ખાનગી વાહનોને નેશનલ હાઇ-વે પર રોજનો વીસ કિલોમીટરનો પ્રવાસ મફત કરવા મળશે. પરિવહન વિભાગના આદેશ મુજબ હવે જીએનએસએસ સિસ્ટમ ધરાવતા વાહનોને જ આ સુવિધા મળશે.

આ પણ વાંચો : Maharashtra માં માલગાડીને ઉથલાવવાનું ષડયંત્ર નિષ્ફળ , રેલવે ટ્રેક પર સિમેન્ટના બ્લોક મળ્યા

આ વાહનોને નેશનલ હાઇ-વે પર તેમણે કરેલા પ્રવાસ બદલ ચૂકવવાની કુલ રકમમાંથી 20 કિલોમીટરના પ્રવાસના ચાર્જને બાદ કરીને જ રકમ ચૂકવવાની રહેશે. એટલે તે 20 કિલોમીટરનો પ્રવાસ મફત કરી શકશે.

નવી સિસ્ટમ મુજબ મુંબઇ-પુણે એક્સ્પ્રેસ-વે પર ટ્રાફિકની સમસ્યા પણ દૂર થશે.

આ ઉપરાંત નેશનલ હાઇ-વે પર ફાસ્ટ ટેગની સાથે સાથે સેટેલાઇટ સિસ્ટમ આધારિત ટોલ વસૂલી પણ ટૂંક સમયમાં અમલમાં લાવવામાં આવશે. આ વિષય ઉપર કેન્દ્ર સરકાર ગંભીર રીતે વિચાર કરી રહી છે અને ટૂંક સમયમાં આ સિસ્ટમ લાગુ કરવામાં આવે તેવી શક્યતા છે.

ઉલ્લેખનીય છે કે નવી ટોલ સિસ્ટમના કારણે ટોલ નાકા પર ઊભા રહેલા ટ્રાફિકની સમસ્યા દૂર થાય તેવી શક્યતા છે ત્યારે અત્યારે પણ ફાસ્ટ ટેગ સિસ્ટમમાં અમુક ખામી હોવાની ફરિયાદ અવારનવાર કરવામાં આવતી હોય છે. નવી સિસ્ટમ અમલમાં મૂકવામાં આવે એ પહેલા હાલની સિસ્ટમમાં રહેલી ખામીઓ દૂર કરવામાં આવે એવું પણ નાગરિકોનું માનવું છે.

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker