આમચી મુંબઈમનોરંજનમહારાષ્ટ્ર

મહાનુભાવોએ પણ બજાવ્યો મતદાનનો અધિકાર…

મુંબઈઃ આજે મહારાષ્ટ્રના મુંબઈ સહિત છ રાજ્યમાં લોકસભાની ચૂંટણી 2024નું પાંચમા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે ત્યારે બોલીવૂડના સેલેબ્સની સાથે સાથે ઉદ્યોગપતિ, સંગીતકારોએ પણ મતદાન કરીને પોતાની ફરજ બજાવી હતી. આવો જોઈએ કોણે કોણે બજાવી આ ફરજ…

ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું મોસ્ટ પાવરફૂલ ગણાતું ફેમિલી એટલે બચ્ચન પરિવાર આજે મુંબઈમાં મતદાન કરવા માટે પહોંચ્યું હતું. ભૂતપૂર્વ મિસ વર્લ્ડ કરી ચૂકેલી અને બચ્ચન પરિવારની બહુરાની ઐશ્વર્યા રાય બચ્ચને પણ મતદાન કરીને પોતાની ફરજ બજાવી હતી. બોલીવૂડના રોમાન્સના કિંગ ગણાતા શાહરુખ ખાન પત્ની ગૌરી ખાન, દીકરી સુહાના ખાન અને દીકરા આર્યન ખાન સાથે મતદાન કરવા પહોંચ્યા હતા.


ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ચોકલેટી બોયની ઈમેજ ધરાવતો શાહિદ કપૂર પણ સાંજે વ્હાઈટ ટી-શર્ટમાં મતદાન કરવા માટે પહોંચ્યો એ સમયે હંમેશની જેમ હેન્ડસમ લાગી રહ્યો હતો. ભાઈજાન સલમાન ખાન પણ પિતા સલીમ ખાન સાથે ઘર પર થયેલાં ગોળીબારની ઘટના બાદ સિક્યોરિટી ગાર્ડ્સની સુરક્ષા વચ્ચે મતદાન કરવા પહોંચ્યો હતો. દિવંગત અભેનેત્રી શ્રીદેવીના પતિ અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીના પ્રખ્યાત નિર્માતા બોની કપૂર પણ દીકરી ખુશી કપૂર સાથે મતદાન કરીને પેપ્ઝ માટે પોઝ આપ્યા હતા. આ સિવાય સુનિલ શેટ્ટી, શાયર ગુલઝાર દીકરી મેઘના ગુલઝારે મતદાન કર્યું હતું.

આ પણ વાંચો :ઓડિશામાં આવતીકાલે વિધાનસભા અને લોકસભાની ચૂંટણી માટે મતદાનઃ 33,000 સુરક્ષાકર્મીઓ તહેનાત

બોલીવૂડની વાત કર્યા બાદ આગળ વધીએ અને વાત કરીએ ઉદ્યોગપતિઓની. સોમવારે ભારત જ નહીં પણ એશિયાના સૌથી ધનવાન વ્યક્તિમાં જેમની ગણતરી થાય છે એવા અંબાણી પરિવારે પણ મતદાન કરીને પોતાની ફરજ બજાવી હતી. ઉદ્યોગપતિ મુકેશ અંબાણી, પત્ની નીતા અંબાણી અને દીકરા આકાશ સાથે મતદાન કરવા મતદાન મથકે પહોંચ્યા હતા. આ ઉપરાંત 86 વર્ષની વયે પણ ઉદ્યોગપતિ રતન ટાટાએ મતદાન કર્યું હતું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button