આમચી મુંબઈવેપારશેર બજાર

વૈશ્વિક સોનાએ ૨૫૦૦ ડૉલરની સપાટી કુદાવતા સ્થાનિકમાં રૂ. ૨૮૫નો સુધારો, ચાંદી રૂ. ૮૧૫ ઝળકી

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ગત શુક્રવારે અમેરિકી ફેડરલ રિઝર્વના અધ્યક્ષ જૅરૉમ પૉવૅલે વ્યાજ દરમાં કપાતના પ્રોત્સાહક સંકેતો આપવાની સાથે ડૉલર ઈન્ડેક્સ અને અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં પીછેહઠ થતાં ન્યૂ યોર્ક ખાતે સોનાના ભાવ ઔંસદીઠ ૨૫૦૦ ડૉલરની સપાટી કુદાવી ગયા હતા. વધુમાં આજે લંડન ખાતે સત્રના આરંભે સુધારો આગળ ધપ્યો હોવાથી સ્થાનિક ઝવેરી બજારમાં મધ્યસત્ર દરમિયાન હાજરમાં સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૨૮૪થી ૨૮૫નો સુધારો આગળ ધપ્યો હતો, જ્યારે ચાંદીના ભાવ કિલોદીઠ રૂ. ૮૧૫ના ઉછાળા સાથે રૂ. ૮૫,૦૦૦ની સપાટી કુદાવી ગયા હતા.

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે વિશ્ર્વ બજારમાં ચાંદીના ભાવ ઔંસદીઠ ૩૦ ડૉલરની સપાટી પાર કરી ગયા હોવાથી સ્થાનિકમાં મધ્યસત્ર દરમિયાન .૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની આક્રમક લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૮૧૫ના ઉછાળા સાથે રૂ. ૮૫,૦૦૦ની સપાટી કુદાવીને રૂ. ૮૫,૪૩૦ના મથાળે રહ્યા હતા. વધુમાં આજે મધ્યસત્ર દરમિયાન સોનામાં પણ આગેકૂચ જળવાઈ રહેતાં ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૨૮૪ વધીને રૂ. ૭૧,૪૨૨ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૨૮૫ વધીને રૂ. ૭૧,૭૦૯ના મથાળે રહ્યા હતા. જોકે, ભાવમાં તેજીનું વલણ રહ્યું હોવાથી સ્ટોકિસ્ટો અને રોકાણકારો સહિત જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની માગ પણ ખપપૂરતી રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

આ પણ વાંચો : સપ્તાહના અંતે સપ્ટેમ્બરથી રેટ કટનો પૉવૅલનો અણસાર, વૈશ્ર્વિક સોનું એક ટકો ઉછળ્યું

ગત શુક્રવારે ફેડરલ રિઝર્વના અધ્યક્ષ જૅરૉમ પૉવૅલે જેક્સન હૉલ ખાતેનાં વક્તવ્યમાં જણાવ્યું હતું કે હવે વ્યાજદરમાં કપાતનો સમય નજીક આવી ગયો છે. આમ આગામી સપ્ટેમ્બર મહિનાથી વ્યાજદરમાં કપાતની શક્યતા બળવત્તર બનતાં ડૉલર અને ટ્રેઝરીની યિલ્ડમાં પીછેહઠ થતાં ન્યૂ યોર્ક ખાતે સોનાના ભાવમાં ચમકારો આવ્યો હતો. વધુમાં આજે લંડન ખાતે સુધારો આગળ ધપતા હાજર અને વાયદામાં સોનાના ભાવ આગલા બંધ સામે ૦.૪ ટકા વધીને અનુક્રમે ઔંસદીઠ ૨૫૨૦.૩૯ ડૉલર અને ૨૫૫૬ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ આગલા બંધ સામે ૦.૯ ટકા વધીને ઔંસદીઠ ૩૦.૦૮ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.

આજે વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ ૧૩ મહિનાની નીચી સપાટીએ પહોંચવાની સાથે ટ્રેઝરીની યિલ્ડમાં પણ પીછેહઠ થતાં સોનાની તેજીને ટેકો મળ્યો હોવાનું કેસીએમ ટ્રેડના ચીફ માર્કેટ એનાલિસ્ટ ટીમ વૉટરરે જણાવતાં ઉમેર્યું હતું કે ડૉલર ઈન્ડેક્સ અને ટ્રેઝરીની યિલ્ડમાં ઘટાડો થતો રહેશે અને ઔંસદીઠ ૨૫૩૦ ડૉલરની પ્રતિકારક સપાટી વટાવી જશે તો આ સપ્તાહે સોનાના વૈશ્ર્વિક ભાવ ઔંસદીઠ ૨૫૫૦ ડૉલર સુધી પહોંચે તેવી શક્યતા નકારી ન શકાય. વધુમાં જો મધ્ય પૂર્વના દેશોમાં તણાવ વધે તો પણ સોનાની તેજીને ઈંધણ મળી શકે છે, એમ તેમણે ઉમેર્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
ઘરમાં મચ્છરોના ત્રાસથી તમને આ કુદરતી ઉપાય બચાવશે Fat Belly થશે Flat, આ પાંચ ફ્રુટ્સ ચપટી વગાડતામાં ઓગાળશે પેટની ચરબી… …તો દુનિયાને ના મળી હોત Mercedesની લકઝુરિયસ કાર! આ રાશિના લોકો માટે લકી સાબિત થશે દિવાળી

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker