મહારાષ્ટ્રને મણિપુર ન બનાવવું હોય તો અનામત આપો: મરાઠા મહાસંઘ | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

મહારાષ્ટ્રને મણિપુર ન બનાવવું હોય તો અનામત આપો: મરાઠા મહાસંઘ

મુંબઇ: ઓલ ઈન્ડિયા મરાઠા ફેડરેશને નાગપુરમાં મરાઠા આરક્ષણ પર ચર્ચા કરવા માટે બેઠક બોલાવી હતી. બેઠક બાદ ઓલ ઈન્ડિયા મરાઠા ફેડરેશનના પ્રમુખ દિલીપ જગતાપે મીડિયા સાથે વાતચીત કરી. આ પ્રસંગે દિલીપ જગતાપે કહ્યું કે, મરાઠાઓને કોઈપણ પરિસ્થિતિમાં અનામત આપો, જો અનામતની મર્યાદા વધારવી જ હોય તો વધારો. મરાઠા આરક્ષણનો મુદ્દો હવે સળગતો મુદ્દો બની ગયો છે. ભૂખ હડતાલ કરનાર મનોજ જરાંગે પાટીલ છેલ્લા 12 દિવસથી સંઘર્ષ કરી રહ્યા છે. આ મહારાષ્ટ્રનું મણિપુર ન બનાવવું હોય તો મરાઠાઓને અનામત આપો. અમે એ પણ જાણીએ છીએ કે અનામત મર્યાદા વધારવી એ રાજ્ય સરકારના હાથમાં નથી.

જરાંગેએ પ્રવાહી લેવાનું પણ બંધ કર્યું
મરાઠા આરક્ષણ મુદ્દે ઉપવાસ પર ઉતરેલા આંદોલનકારી મનોજ જરાંગેએ ઇન્ટ્રાવેનસ (આઈવી) ફ્લુઇડ્સ (નળી વાટે અપાતું પ્રવાહી) તેમજ મોં વાટે પ્રવાહી લેવાનું બંધ કર્યું છે. આ સાથે 14 દિવસથી ચાલી રહેલું આંદોલન વધુ તીવ્ર બન્યું છે અને જરાંગેએ મરાઠાઓની પડખે ઊભા રહેવા બધા રાજકીય પક્ષોને હાકલ કરી છે.

સંબંધિત લેખો

Back to top button