મલાડમાં એસયુવીએ અડફેટે લેતાં યુવતીનું મોત: મર્ચન્ટ નેવીના અધિકારીની ધરપકડ
મોત: મર્ચન્ટ નેવીના અધિકારીની ધરપકડ

મુંબઈ: એસયુવીએ યુવતીને અડફેટે લેતાં તેનું મોત નીપજ્યું હોવાની ઘટના મલાડમાં બનતાં પોલીસે મર્ચન્ટ નેવીના અધિકારીની ધરપકડ કરી હતી. અકસ્માત બાદ આરોપી જ યુવતીને હૉસ્પિટલ લઈ ગયો હોવાનું પોલીસનું કહેવું છે.
મલાડ પોલીસના જણાવ્યા મુજબ અકસ્માત મંગળવારની રાતે મલાડ પશ્ર્ચિમના ગુડિયા પાડા પરિસરમાં બની હતી. આ પ્રકરણે આરોપી અનુપ સિંહાની ધરપકડ કરી તેની એસયુવી જપ્ત કરવામાં આવી હતી.
અધિકારીએ જણાવ્યું હતું કે મૃતકની ઓળખ શહાના કાઝી (26) તરીકે થઈ હતી. રાતે 10 વાગ્યાની આસપાસ યુવતી ચાલતી જઈ રહી હતી ત્યારે એસયુવીએ તેને ટક્કર મારી હતી. અકસ્માત પછી આરોપી યુવતીને નજીકની હૉસ્પિટલમાં લઈ ગયો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું.
આ પણ વાંચો : મુંબઈના ખારા પાણીને પીવાલાયક બનાવવાના પ્રોજેક્ટમાં કેમ માત્ર ઈઝરાયેલી કંપનીને જ રસ છે?
આરોપીની ઑફિસ અંધેરીમાં આવેલી છે અને ઘટના બની ત્યારે તે રજા પર હતો. આરોપી દારૂના નશામાં વાહન ચલાવતો હતો કે કેમ તેની ખાતરી કરવા પોલીસે તેના લોહીના નમૂના તપાસ માટે મોકલાવ્યા હતા. (પીટીઆઈ