સીએસએમટી સ્ટેશનના બાથરુમમાં યુવતીએ કરી આત્મહત્યાની કોશિશ
બાથરુમના ફર્શ પર લખ્યું આઈએમ સોરી, યુવતીને હોસ્પિટલ ખસેડાઈ

મુંબઈઃ મધ્ય રેલવેના છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (સીએસએમટી)ના બાથરુમમાં એક અજાણી યુવતીએ આત્મહત્યાની કોશિશ કરી હતી. હાથની નસ કાપી નાખ્યા પછી યુવતીને હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. યુવતીની આત્મહત્યાની કોશિશને કારણે રેલવે સ્ટેશનના પરિસરમાં ખળભળાટ મચી ગયો હતો. આ બનાવમાં પોલીસે તપાસ હાથ ધરી હોવાનું જણાવ્યું હતું.
મધ્ય રેલવેના સીએસએમટી રેલવે સ્ટેશનના બાથરુમમાં એક યુવતીએ આત્મહત્યાની કોશિશ કરી હતી. હાથની નસ કાપી નાખ્યા પછી ફર્શ પર આઈએમ સોરી પણ લખ્યું હતું. નસ કાપ્યા પછી ઘાયલ હાલતમાં યુવતીને હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આ બનાવ બપોરના બાર વાગ્યાના સુમારે બનાવ બન્યો હતો, ત્યાર બાદ રેલવે સ્ટેશનના પરિસરમાં પોલીસની દોડાદોડી થઈ ગઈ હતી. પોલીસને ઘટનાસ્થળે પહોંચ્યા પછી કેસ નોંધીને તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો…હવે કોઈ રસ્તો ખોદવો નહીં: પાલિકાની ચેતવણી
યુવતીને હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. જોકે, હજુ સુધી ઓળખ થઈ શકી નથી. યુવતીની ઉંમર 20થી 27 વર્ષ વચ્ચેની છે. યુવતીએ અંતિમ પગલું શા માટે ભર્યું એના અંગે પણ પોલીસ તપાસ કરી રહી છે, એમ પોલીસે જણાવ્યું હતું. અહીં એ જણાવવાનું કે રાજસ્થાનના જયપુરમાં પણ એક યુવતીએ નદીમાં કૂદીને આત્મહત્યા કરી હતી, જ્યારે ગુજરાતના વડોદરામાં પણ 13 વર્ષની સગીરાએ આત્મહત્યા કરી લેવાનું જાણવા મળ્યું છે.