આમચી મુંબઈ

ગણેશજીની Ghibli આર્ટની તસવીરો ‘બાપ્પાનું અપમાન’ છે, લાલ બાગના મંડળે પોસ્ટ દૂર કરવાની કરી અપીલ

મુંબઈઃ સોશિયલ મીડિયા પર ‘એઆઈ જિબલી આર્ટ’ની શૈલીએ જોર પકડ્યું છે ત્યારે મુંબઈ ચા રાજા મંડળે નાગરિકોને વિનંતી કરી છે કે તેઓ ભગવાન ગણેશ અને અન્ય દેવીઓને દર્શાવતી પોસ્ટ દૂર કરે. આ વિનંતી મંડળ દ્વારા શેર કરવામાં આવેલી એક ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં કરી હતી.

વોટ્સએપ સ્ટોરીઝથી લઈને ઈન્સ્ટાગ્રામ પોસ્ટ અને સ્ટોરીઝ સુધી વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થયેલી આ શૈલીએ ચિંતા વધારી દીધી છે. આવા ચિત્રો ભગવાન ગણેશનું અપમાન છે એમ મંડળે જણાવ્યું હતું.

‘આપણે સૌ જાણીએ છીએ કે મુંબઈમાં રાજા અને અન્ય દેવી-દેવતાઓની મૂર્તિઓ આપણી ભક્તિ અને આસ્થાનું પ્રતીક છે. દેવતાઓની છબીઓ પવિત્રતા ધરાવે છે. હાલમાં, સોશિયલ મીડિયા પર કેટલાક લોકો બાપ્પાના ફોટામાંથી ‘જિબલી આર્ટ’ બનાવી રહ્યા છે જે યોગ્ય નથી’ એમ મુંબઈ ચા રાજા મંડળની પોસ્ટમાં જણાવવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: તમે પણ જનરેટ કરવા માંગો છો Ghibli Style Image? આ પાંચ એપ કરશે મદદ…

મંડળે વપરાશકર્તાઓને બાપ્પાના ફોટાઓની ‘જિબલી આર્ટ’ બનાવવાથી દૂર રહેવા અને જેમણે આવા ચિત્ર બનાવી લીધા છે તેમને સોશિયલ મીડિયાથી દૂર કરવા વિનંતી કરી છે. આવા પ્રયાસમાં અજાણતા આપણે પોતાના ભગવાનનું અપમાન કરી બેસીએ છીએ. બાપ્પાની છબિને આ રીતે બદલવી યોગ્ય નથી.

જિબલી – સ્ટાઇલ આર્ટ ઓનલાઇન વાયરલ થઇ છે, જે એઆઇ દ્વારા જનરેટ કરવામાં આવેલી તસવીરો દ્વારા તૈયાર કરવામાં આવી છે. સ્ટુડિયો જિબલી જેપનીઝ શૈલી છે જેનું આજકાલ અનેક લોકોને ઘેલું લાગ્યું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button