આમચી મુંબઈસ્પોર્ટસ

ઘાટકોપર જોલી જીમખાના દ્વારા ઇન્ટર સ્કૂલ ક્રિકેટ ટૂર્નામેન્ટનું ભવ્ય આયોજન

મુંબઈઃ 15 વર્ષથી ઘાટકોપર જૉલી જિમખાના (Jolly Gymkhana) ઇન્ટર-સ્કૂલ ક્રિકેટ ટૂર્નામેન્ટનું ભવ્ય આયોજન કરતું આવ્યું છે અને આ વર્ષે 05-01-2026થી 14-01-2026 દરમ્યાન આઠ સ્કૂલ વચ્ચે નૉકઆઉટ ધોરણે 35 ઓવર્સની લેધર બૉલ ક્રિકેટ ટૂર્નામેન્ટ યોજવામાં આવી છે.

ચૅરમૅન રજનીકાંત શાહ, મેનેજિંગ ટ્રસ્ટી મનોજ અજમેરા, સેક્રેટરી મુકેશ બદાણી તથા પરેશ શાહના સુંદર માર્ગદર્શન તેમ જ ટ્રસ્ટીઓ, કારોબારીના સભ્યોના સહકારથી તથા ક્રિકેટ-ઇન્ચાર્જ નિશિથ ગોલવાળા અને ક્રિકેટ સબ-કમિટીના સભ્યોની અથાક મહેનતથી ઘાટકોપર જૉલી જિમખાના સ્કૂલ-સ્તરથી જ યુવાન ખેલાડીઓને આગળ લાવવાની કોશિશ કરે છે.

સહભાગી સ્કૂલોઃ અમૂલખ અમીચંદ હાઈસ્કૂલ, બી. કે. સ્વાધ્યાય ભવન, ચેમ્બુર કર્ણાટક હાઈસ્કૂલ, એમ. ડી. ભાટિયા હાઈસ્કૂલ, સેન્ટ ગ્રેગૉરિયસ હાઈસ્કૂલ, સેન્ટ સેબૅસ્ટિયન હાઈસ્કૂલ, સ્વામી વિવેકાનંદ હાઈસ્કૂલ અને પવાર પબ્લિક સ્કૂલ.

પાંચમી જાન્યુઆરીના પ્રારંભિક દિવસે (Opening) સવારે 9.30 વાગ્યે આ પ્રસંગે જોઇન્ટ સ્પોર્ટ્સ કો-ઑર્ડિનેટર ધર્મેશ મહેતા અને કારોબારી સભ્યો તથા ક્રિકેટ-ઇન્ચાર્જ નિશિથ ગોલવાળા તથા ક્રિકેટ સબ-કમિટીના સભ્યો તેમ જ અન્ય હોદ્દેદારો પણ ઉપસ્થિત હતા.

પ્રથમ મૅચ અમૂલખ અમીચંદ હાઈસ્કૂલ વિરુદ્ધ સેન્ટ સેબૅસ્ટિયન હાઈસ્કૂલ વચ્ચે રમાઈ હતી જેમાં સેન્ટ સેબૅસ્ટિયન હાઈસ્કૂલનો 71 રનથી વિજય થયો હતો. સેન્ટ સેબૅસ્ટિયને પ્રથમ બૅટિંગ કરતા 202 રન બનાવ્યા જેમાં રિઝવાન ખાનનો 43 રનનો ફાળો હતો, જયારે અમૂલખ અમીચંદ વતી વિહાન મામણિયાએ 54 રનમાં ચાર વિકેટ લીધી હતી. જવાબમાં અમૂલખ અમીચંદ સ્કૂલની ટીમ ફક્ત 131 બનાવી શકી હતી. સેન્ટ સેબૅસ્ટિયન વતી આર્યન યાવલેએ 27 રનમાં ચાર વિકેટ લીધી હતી. ટૂર્નામેન્ટની ફાઇનલ 14મી જાન્યુઆરીએ રમાશે.

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button