આમચી મુંબઈ

Ghatkopar Hoarding Tragedy: BJP MLA Ram Kadamનો ચોંકાવનારો ખુલાસો? કહ્યું ઉદ્ધવ ઠાકરે સાથે છે…

મુંબઈઃ સોમવારે સાંજે તોફાન સાથે પડેલાં વરસાદને કારણે ઘાટકોપર ખાતે એક મોટું હોર્ડિંગ પેટ્રોલપંપ પર પડતાં 14 જણના મૃત્યુ થયા હતા, જ્યારે 65 વધુ લોકોને ઈજા પહોંચી હતી. આ ઘટનાને રાજકીય રંગ આપવાનો પ્રયાસ પણ કરાઈ રહ્યો છે. ઘાટકોપર ખાતેના ભાજપના વિધાનસભ્ય રામ કદમ (BJP MLA Ram Kadam) આ મામલે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. આવો જોઈએ શું છે આ ચોંકાવનારો ખુલાસો…

રામ કદમ દ્વારા આ મામલે સ્ફોટક ખુલાસો કરતાં એવો દાવો કર્યો છે કે આ પ્રકરણે ગુનો દાખલ કરવામાં આવેલા હોર્ડિંગની માલિકી ધરાવતી જાહેરાત કંપનીના ઓનર ભાવેશ ભીડે (Owner Bhavesh Bhide)નું રાજ્યના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે (Ex CM Uddhav Thackeray) સાથે કનેક્શન છે. એટલું જ નહીં તેમણે પોતાના દાવાને સમર્થન આપતો ફોટો પણ પોસ્ટ કર્યો છે.


દરમિયાન ઘાટકોપરમાં ગઈકાલે સર્જાયેલી ઘટના બાદ જાહેરાત કંપનીના માલિક ભાવેશ ભીડે અને તેના પરિવાર સાથે ફરાર થઈ ગયો છે અને તેનો મોબાઈલ ફોન પણ બંધ આવી રહ્યો છે. આ પ્રકરણે પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. રામ કદમે પોતાના દાવાને સમર્થન આપતો ઉદ્ધવ ઠાકરે સાથેનો ભાવેશ ભીડેનો ફોટો પણ શેર કર્યો છે. આ ફોટોને કેપ્શન આપતાં રામ કદમે લખ્યું હતું કે 14 લોકોના મૃત્યુ માટે જવાબદાર ભાવેશ ભીડે શ્રીમાન ઉદ્ધવ ઠાકરેના ઘરે…

ALSO READ: Ankhodekhi: મારી નજરની સામે લોકોને દબાતા જોયાઃ જાણો Ghatkoper accidentથી બચી ગયેલાની આપવીતી

આ ઉપરાંત રામ કદમે એવું પણ જણાવ્યું હતું કે મનમાં રોષ પેદા કરતું આ દ્રશ્ય… આ ગેરકાયદે હોર્ડિંગને કોનું પીઠબળ હતું કે આ ફોટો પરથી સ્પષ્ટ થાય છે. ટકાવારી માટે કોરોનાકાળના ખિચડીચોર, કફનચોર… આજે પણ ટકાવારી માટે 14 નિર્દોષ લોકોના જીવ ગયા, ક્યાં જઈને આ પાપનું પ્રાયશ્ચિત કરશો? એવો સવાલ પણ તેમણે ઉઠાવ્યો છે.

ઠાકરે જૂથના સાંસદ સંજય રાઉતે નાશિકમાં મીડિયા સાથે વાત કરતાં ભાજપ અને શિંદે જૂથ જ આ દુર્ઘટના માટે જવાબદાર છે એવો આક્ષેપ કર્યો છે. મુંબઈ મહાપાલિકામાં શાસન કોનું ચાલે છે? શિવસેના સત્તામાં છે કે? ભાજપનું જ રાજ છે ને? એવા તીખા શબ્દોમાં તેમણે પ્રતિક્રિયા આપી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button