આમચી મુંબઈમહારાષ્ટ્ર

Ghatkopar Hoarding Tragedy: ચાર ફૂટ પાછળ રાહ જોઈ રહી હતી જિંદગી પણ…

મુંબઈઃ મુંબઈના ઘાટકોપર ખાતે સોમવારે હોર્ડિંગ (Ghatkopar Hoarding Tragedy) તૂટી પડતાં 16ના મૃત્યુ થયા હતા, જ્યારે 75 જણા ઈજાગ્રસ્ત થયા હતા. એક તરફ જ્યાં પીડિત પરિવાર સરકાર પાસે ન્યાયની માંગ કરી રહ્યા છે ત્યાં પોલીસને હજી સુધી સુધી આ મામલામાં એક પણ આરોપીની ધરપકડ કરવામાં સફળતા મળી નહોતી. આ દુર્ઘટનામાં જે 16 જણના મૃત્યુ થયા એમાંથી એક ટેક્સી ડ્રાઈવર 51 વર્ષીય સતીષ વીર સિંહ પણ હાજર હતા. સતીષ વીર જો એ દિવસે ચાર ફૂટ જ દૂર ઊભા રહ્યા હોત તો આજે જીવતા હોત.

સતીષ મૂળરૂપથી ઉત્તર પ્રદેશના પ્રતાપગઢના રહેવાસી છે અને મુંબઈના નાલાસોપારા ખાતે પોતાના પરિવાર સાથે રહે છે. તેમના પરિવારમાં પત્ની અને ચાર બાળકોનો સમાવેશ થાય છે. સતીષ 30 વર્ષથી મુંબઈમાં ટેક્સી ચલાવે છે અને દુર્ઘટનાના દિવસે તે ભાડું લઈને કુર્લા આવ્યા હતા. અહીંથી થાણા થઈને તે નાલાસોપારા પાછા જવાના હતા, પણ એ પહેલાં સતીષ ફ્યુઅલ સ્ટેશન પર પોતાની ટેક્સીમાં CNG ભરાવવા માટે ઊભા રહ્યા હતા અને મોત તેમને ભરખી ગયું હતું.

આ પણ વાંચો : Ghatkopar Hoarding Tragedy: હોર્ડિંગ બાબતે થયો વધું એક ચોંકાવનારો ખુલાસો, વિશ્વાસ નહીં થાય પણ આ હકીકત છે…

મૃતક સતીષના એક સંબંધીએ મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું હતું કે અમે લોકો દરરોજ દિવસમાં ઓછામાં ઓછું છ-સાત વખત ફોન પર વાત કરતાં હતા અને એ દિવસે પણ આશરે સાડા ત્રણ વાગ્યે અમારી વાત થઈ હતી. એમણે કહ્યું હતું કે તે કુર્લાથી ભાડું મૂકીને નીકળ્યો છું પણ હવામાન ખૂબ જ ખરાબ લાગે છે. મેં કહ્યું કે સંભાળીને ગાડી ચલાવજો. બસ એના એક કલાક બાદ જ્યારે મેં એમને ફોન કર્યો તો એમણે ફોન ના ઉપાડ્યો.

આગળ વાત કરતાં આ સંબંધીએ વધુમાં જણાવ્યું હતું કે એ જ સમયે ઘાટકોપરમાં થયેલી આ દુર્ઘટનાની જાણકારી મળી. અમે લોકો પણ ત્યાં ગયા અને તપાસ કરવાનું શરૂ કર્યું. ત્યારે પોલીસે અમને કહ્યું રાજાવાડી હોસ્પિટલમાં જઈને તપાસ કરો. અમે હોસ્પિટલ પહોંચ્યા ત્યારે અમને ખબર પડી કે એમનું આ દુર્ઘટનામાં મૃત્યુ થયું છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
…તો 160થી શરૂ થશે Mobile Number! ડેટ નાઈટ પર જોવા મળ્યા વિરાટ અને અનુષ્કા, તસવીરો સામે આવી આ છે IPL-Final’sમાં Lowest Score બનાવનાર ટીમો… Anant-Radhika પ્રિ-વેડિંગ ફંક્શન માટે ઉપડ્યા આ Celebs…