આમચી મુંબઈ

ઘાટકોપર હોર્ડિંગ દુર્ઘટના મુદ્દે એસઆઈટીએ કર્યો ચોંકાવનારો ખુલાસો

મુંબઈ: ચોમાસા પૂર્વે મુંબઈના ઘાટકોપરમાં હોર્ડિંગ દુર્ઘટના પ્રકરણમાં રેલવે, પાલિકા સહિત મીડિયા એજન્સી પર તપાસ કરવામાં આવતા એસઆઈટી દ્વારા ચોંકાવનારી માહિતી બહાર આવી છે. આરોપી જીઆરપી અને પાલિકાના અધિકારીઓ સાથે સંકળાયેલો હતો અને તેને કારણે ઘાટકોપરમાં ગેરકાયદે હૉર્ડિંગ ઊભું કરાયું હતું, જેમાં ૧૭ લોકોનાં મોત થયા હતા, એમ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (સિટ)એ કોર્ટને જણાવ્યું હતું.

તપાસકર્તા પક્ષે આક્ષેપ કર્યો હતો કે હૉર્ડિંગ એ રીતે ઊભું કરાયું હતું, જેથી વધુ પૈસા કમાવી શકાય. આ હૉર્ડિંગ ઇગો મીડિયા પ્રા. લિ. દ્વારા ઊભું કરાયું હતું જેના ભૂતપૂર્વ ડિરેક્ટર જાન્હવી મરાઠેના જામીનની અરજી પરની સુનાવણી દરમિયાન કોર્ટમાં ઉક્ત રજૂઆત કરાઇ હતી.

હૉર્ડિંગ ઊભું કરવા માટે પાલિકાની મંજૂરી લેવી જરૂરી છે એ વાતની જાણ હોવા છતાં જીઆરપી અને પાલિકાના અધિકારીઓ સાથે મિલિભગત કરીને ગેરકાયદે હૉર્ડિંગ ઊભું કરાયું હતું, એમ સરકારી વકીલે જણાવ્યું હતું.

તે જમીન સરકારી છે અને હૉર્ડિંગ માટે પરવાનગી લેવી જરૂરી હોય છે એ વાતની મરાઠેને જાણ હતી. આટલું મોટું હૉર્ડિંગ કોઇની મદદ લીધા વગર અથવા લાગવગ લગાવ્યા વગર ઊભું કરવું અશક્ય છે, એમ તેમણે કોર્ટને વધુમાં જણાવ્યું હતું.
મરાઠે અને અન્ય આરોપી ઇગો મીડિયાના ડિરેક્ટર ભાવેશ ભીંડેએ જીઆરપી અને પાલિકાના અધિકારીઓ સાથે મળીને તે જગ્યા રેલવેની છે એવું દેખાડ્યું હતું જેથી તેમને પાલિકાની પરવાનગી લેવી ન પડે, એમ સિટે વધુમાં જણાવ્યું હતું.

Also Read –

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ બોલીવૂડ એક્ટ્રેસના લૂક દશેરા-દિવાળી પર કેરી કરશો તો છવાઈ જશો… નીરજ નથી મનુ ભાકરના સૌથી ચાર મનપસંદ સ્પોર્ટ્સપર્સન્સમાં? આખું અઠવાડિયું કેળા રહેશે તાજા, આ ટ્રિક્સ અપનાવો ફોટોમાં સૌથી પહેલાં શું દેખાયું? જવાબ ખોલશે તમારી પર્સનાલિટીના રાઝ…