Ghatkopar Hoarding Tragedy: હોર્ડિંગ બાબતે થયો વધું એક ચોંકાવનારો ખુલાસો, વિશ્વાસ નહીં થાય પણ આ હકીકત છે…
મુંબઈઃ મુંબઈના ઘાટકોપર ખાતે સોમવારે હોર્ડિંગ પડી જવાને (Ghatkopar Hoarding Tragedy) કારણે થયેલી દુર્ઘટના બાબતે હવે ચોંકાવનારો ખુલાસો થયો છે. મળી રહેલી માહિતી પ્રમાણે આ હોર્ડિંગનું નામ Limca Book Of Recordમાં નોંધાયું હતું. આ હોર્ડિંગનું નામ મુંબઈના સૌથી મોટા હોર્ડિંગ તરીકે લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં નોંધવામાં આવ્યું છે.
મુંબઈ શહેરમાં આ રીતે ઘણા બધા નાના-મોટા હોર્ડિંગ લગાવવામાં આવ્યા છે. આ હોર્ડિંગ બાબતે એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે આ હોર્ડિંગ લગાવવા માટે નક્કી કરવામાં આવેલા માપદંડનું પાલન નથી કરવામાં આવ્યું. પરિણામે જ્યારે પણ આંધી-તોફાન આવે તો તે તૂટી પડી શકે એ પરિસ્થિતિમાં હતું. સોમવારે ઘાટકોપર ખાતે થયેલી દુર્ઘટનાએ ઘણા બધા સવાલો ઉપસ્થિત કર્યા છે. એમાં સૌથી પહેલો અને મહત્ત્વનો સવાલ તો એ છે કે જ્યારે 40 ફૂટનું હોર્ડિંગ લગાવવાની પરવાનગી આપવામાં આવી હતી તો હોર્ડિંગ 120 ફૂટનું કેમ લગાવવામાં આવ્યું?
હોર્ડિંગ ખાલી જગ્યાને બદલે એકદમ ભીડભાડવાળી જગ્યા પર કેમ લગાવવામાં આવ્યું? પેટ્રોલ પંપ પાસે હોર્ડિંગ લગાવતી વખતે કેમ એ બાબતનું ધ્યાન ના રાખવામાં આવ્યું કે જો ભવિષ્યમાં ક્યારેય કોઈ દુર્ઘટના સર્જાય તો પેટ્રોલ પંપ પર આગ પણ લાગી શકે છે. પરંતુ સદ્ભાગ્યે આવી કોઈ જ હોનારત નહીં થઈ.
ALSO READ:કોણ છે ભાવેશ ભિડે (Bhavesh Bhide)? આ રહી આખી કરમ કુંડળી…
ટૂંકમાં કહેવાનું થાય તો આ હોર્ડિંગ લગાવતી વખતે ઘણી ટેક્નિકલ બાબતોનું ધ્યાન રાખવામાં આવ્યું નહોતું, જે બીએમસી, રેલવે તેમ જ એડર્ટાઈઝિંગ કંપનીને કઠેડામાં ઊભું કરવા માટે સક્ષમ છે. હાલ તો મુંબઈ પોલીસ પ્રશાસન, પાલિકા, રેલવે વિભાગ વગેરે આ ઘટનાની તપાસ કરી રહ્યા છે. પેટ્રોલ પંપ પર જે હોર્ડિંગ પડ્યું એનું ક્ષેત્રફળ 1583 સ્ક્વેર મીટર હતું. આ ઘટના બાબતે પાલિકા, રેલવે તેમ જ એડવર્ટાઈઝિંગ કંપની ઈગો મીડિયા વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
ALSO READ: Ghatkopar Hoarding Tragedy: BJP MLA Ram Kadamનો ચોંકાવનારો ખુલાસો? કહ્યું ઉદ્ધવ ઠાકરે સાથે છે…
અત્રે ઉલ્લેખનીય છ કે જે જમીન પર હોર્ડિંગ લગાવવામાં આવ્યું છે એ જમીન કલેક્ટર અને મહારાષ્ટ્ર સરકાર પોલીસ હાઉસિંગ વેલફેર કોર્પોરેશનના કબજામાં છે. આ બધા વચ્ચે હોર્ડિંગ લગાવવા પહેલાં સંબંધિત કંપનીએ રેલવે પાસેથી કોઈ પણ ઓફિશિયલ પરવાનગી કે એનઓસી નહોતી લેવામાં આવી. મુખ્ય પ્રધાન એકનાથ શિંદે (CM Eknath Shinde)એ આ બાબતની તપાસના આદેશ આપ્યા છે અને મૃતકના પરિવારને પાંચ પાંચ લાખ રૂપિયાના વળતરની જાહેરાત કરી છે.