Ankhodekhi: મારી નજરની સામે લોકોને દબાતા જોયાઃ જાણો Ghatkoper accidentથી બચી ગયેલાની આપવીતી
મુંબઈઃ મુંબઈના ઘાટકોપરમાં 120 ફૂટ ઊંચું હોર્ડિંગ ધરાશાયી થવાને કારણે અત્યાર સુધીમાં 14 લોકોના મોત થયા છે. ઘટના સમયે પેટ્રોલ પંપ પર હાજર એક પ્રત્યક્ષદર્શીએ સમગ્ર ઘટના સંભળાવી અને કહ્યું કે હું ભાગ્યશાળી હતો તેથી બચી ગયો. મારી નજર સામે ઘણા દબાયા. મેં બને તેટલી કોશિશ કરી અમુકને બચાવ્યા, તેમ તેણે કહ્યું હતું.
સોમવારે બપોરે જ્યારે આ અકસ્માત થયો ત્યારે ઘાટકોપરના બીપીસીએલ પેટ્રોલ પંપ પર તેની કારમાં પેટ્રોલ ભરવા માટે રોકાઈ રહ્યો હતો ત્યારે તેને ખ્યાલ નહોતો કે થોડી વારમાં તે અમુક અજાણ્યાને બચાવવાના કામમાં જોડાવાનો છે.
મીડિયા સાથે વાત કરતા થાણે જિલ્લાના એક વેપારીએ કહ્યું કે ઘટના સમયે હું મારી કારમાં પેટ્રોલ પુરાવા માટે પેટ્રોલ પંપ પર હતો અને અચાનક જોરદાર પવન ફૂંકાવા લાગ્યો અને અચાનક હોર્ડિંગ પેટ્રોલ પર પડી ગયું. પંપ, હોર્ડિંગ નીચે કેટલાક લોકો ફસાઈ ગયા હતા અને અન્ય લોકો નાસભાગ કરવા લાગ્યા. સદભાગ્યે હું અને મારો મિત્ર ભાગી છૂટ્યા.
તેણે કહ્યું, ઘણા લોકો હોર્ડિંગ હેઠળ ફસાયા હતા, હું અને મારો મિત્ર તેમને બહાર કાઢતા રહ્યા અને કેટલાક પીડિતોને ત્યાં હાજર વાહનોમાં લઈ ગયા. આ ઘટના અંગે મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર ભૂષણ ગગરાણીએ અગાઉ કહ્યું હતું કે હોર્ડિંગ ગેરકાયદેસર હતું કારણ કે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) એ તેને લગાવવાની પરવાનગી આપી ન હતી.
NDRFની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને હોર્ડિંગ હટાવવા માટે ક્રેન સહિતની મશીનરીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ત્યાં હજુ પણ સર્ચ ઓપરેશન ચાલુ છે. એક ટ્રાફિક કોન્સ્ટેબલે નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, CNG ભરવા માટે પેટ્રોલ પંપ પર 30 જેટલી ઓટોરિક્ષાઓ કતારમાં ઉભી હતી અને બસો અને મોંઘી ગાડીઓ પણ હોર્ડિંગની નીચે ફસાઈ ગઈ હતી.
જોકે હવે પાલિકા પરવાનગી ન હોવાનું કહી રહી છે, પરંતુ મુંબઈમાં ઘણી જગ્યાએ આવા તોતિંગ બિલ બોર્ડ લગાવ્યા છે. મુંબઈમાં કરોડોનો કારોબાર છે.