ઘાટકોપરમાં મરાઠી-ગુજરાતી વિવાદ વકર્યો? બગીચા પર લાગેલ ગુજરાતી બોર્ડ ઠાકરે જૂથે તોડ્યો
ઘાટકોપર: ઘાટકોપરમાં એક બગીચા પર લગાવવામાં આવેલ ગુજરાતી બોર્ડ તોડી પાડવામાં આવ્યો છે. શિવસેના ઠાકરે જૂથના કાર્યકર્તાઓ દ્વારા એક બગીચા પર લગવવામાં આવેલ ‘મારું ઘાટકોપર’ એવો ગુજરાતી બોર્ડ તોડી નાંખવામાં આવ્યો છે. ત્યારે હવે આ ઘટના બાદ મરાઠી-ગુજરાતી એવો નવો વિવાદ ઊભો થાય તેવી શક્યતા વર્તાઇ રહી છે. પ્રાપ્ત વિગતો અનુસાર ઘાટકોપર પૂર્વમાં આવેલ એક બગીચા પર મારું ઘાટકોપર એવો ગુજરાતી બોર્ડ લગાવવામાં આવ્યો છે. આ બોર્ડ શિવસેના ઠાકરે જૂથના કાર્યકર્તાઓએ તોડી નાંખ્યો છે.
છેલ્લાં ઘણાં સમયથી સોશિયર મીડિયા પર આ ગુજપાતી બોર્ડ ખૂબ જ ટ્રોલ થઇ રહ્યો છે. અગાઉ મનસે દ્વારા પણ આ બોર્ડ કાઢી નાંખવાની માંગણી કરવામાં આવી હતી. જોકે અડધી રાત્રે શિવસેના ઠાકરે જૂથના શિવસૈનિકોએ અચાનક જ આ બોર્ડની તોડફોડ કરી હતી. ત્યારે હવે ફરી એકવાર મરાઠી-ગુજરાતી વિવાદ વણસી શકે છે તેવી ચર્ચાઓ થઇ રહી છે.
છેલ્લાં કેટલાંય દિવસોથી સોશિયલ મીડિયા પર એક ફોટો વાઇરલ થઇ રહ્યો હતો. એટલું જ નહીં પણ આ ફોટોને લઇને સોશિયલ મીડિયા પર જ એક વિવાદ પણ ચાલી રહ્યો હતો. એ ફોટો ઘાટકોપર પૂર્વમાં એક બગીચા પર મારું ઘાટકોપર એમ ગુજરાતીમાં લખેલા બોર્ડનો. આ બોર્ડ તાત્કાલીક ધોરણે હટાવવામાં આવે તેવી માંગણી મનસે દ્વારા પાલિકા પાસે સતત કરવામાં આવી રહી હતી. ઉપરાંત મનસેએ આ અંગે પાલિકાને અલ્ટીમેટમ પણ આપ્યું હતું. જોકે અડધી રાતે કેટલાંક લોકોએ આ બોર્ડ અચાનક તોડ્યો હતો.
ઘાટકોપરમાં તોડવામાં આવેલ બોર્ડ પાસે એક બીજો બોર્ડ લગાવવામાં આવ્યો હતો. આ બોર્ડ શિવસેના ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે જૂથનો છે. ઉપરાંત ઠાકરે જૂથ દ્વારા મારું ઘાટકોપર આવો બોર્ડનો પહેલાં નો અને પછીનો ફોટો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો છે. આ ફોટો પર મુંબઇનું મરાઠી પણું (મરાઠી બાણા) ભૂંસવાના પ્રયત્નને શિવસૈનિકોએ પાડીભાંગ્યો છે એમ લખવામાં આવ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે મુલુંડમાં થોડા દિવસો પહેલાં જ તૃપ્તી દેવરુખકર નામની મહિલા મરાઠી હોવાથી મુલુંડની એક ઇમારતમાં તેને ઓફિસ માટે જગ્યા આપાવમાં આવી નહતી. આ અંગેનો વિડીયો વાઇરલ થતાં ખૂબ વિવાદ થયો હતો. આ મુદ્દે મનસેએ આક્રમક વલણ દાખવ્યું હતું. ત્યારે હવે ઘાટકોપરના આ કિસ્સાને કારણે મરાઠી-ગુજરાતી વિવાદ વણસે તેવી શક્યતાઓ વર્તાઇ રહી છે.