ઘાટકોપરમાં ડ્રન્ક એન્ડ ડ્રાઇવિંગ: રાહદારીને કાર નીચે કચડવા બદલ કચ્છી યુવતી સહિત ત્રણની ધરપકડ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ઘાટકોપરમાં રાતભર પાર્ટી કરીને નીકળ્યા બાદ રાહદારીને કાર નીચે કચડવા બદલ પોલીસે 30 વર્ષની કચ્છી યુવતી અને તેના બે ફ્રેન્ડની ધરપકડ કરી હતી. ઘાટકોપર પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર સતીષ જાધવે ‘મુંબઈ સમાચાર’ને જણાવ્યું હતું કે કાર હંકારી રહેલી ભાવિકા ધામા અને કારમાં હાજર તેના ફ્રેન્ડ્સ કોરમ ભાનુશાલી તથા અનિકેત બનસોડેની ધરપકડ કરવામાં આવ્યા બાદ તેમને રવિવારે કોર્ટમાં હાજર કરવામાં આવ્યાં હતાં, જ્યાં તેમને બે દિવસની પોલીસ કસ્ટડી ફટકારવામાં આવી હતી.
અકસ્માતમાં ઘાયલ થયેલા રાહદારીની હાલત હજી નાજુક છે, એમ તેમણે કહ્યું હતું. તેમણે દારૂ ક્યાં પીધો હતો તે અંગે પૂછપરછ કરવા તેમની કસ્ટડીની માગણી કરી હતી. પોલીસ હજી પણ તેમના બ્લડ આલ્કોહોલ રિપોર્ટની રાહ જોઇ રહી છે.
પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલની મારપીટ: ત્રણ મહિલા સહિત પાંચ જણ સામે ગુનો
પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે દારૂ પીને વાહન હંકારવા સંબંધિત અન્ય કલમો ઉપરાંત તેમણે ભારતીય ન્યાય સંહિતાની કલમ 110 (સદોષ મનુષ્યવધનો પ્રયાસ) પણ ઉમેરી છે. પ્રથમદર્શી આરોપી દારૂના નશામાં હોય એવું અમને લાગતું હતું, પરંતુ અમને કારમાં દારૂની બોટલ મળી આવી હતી, જેને આધારે આ કલમ ઉમેરવામાં આવી હતી.
પોલીસના જણાવ્યા અનુસાર ઘાટકોપર પશ્ર્ચિમમાં એલબીએસ રોડ પર બીએમસીના પાણી ખાતા નજીકની એક્સેલ આર્કેડ ઇમારત સામે શનિવારે વહેલી સવારે 6.15 વાગ્ય આ ઘટના બની હતી. ગુજરાતનું પાસિંગ ધરાવતી કિયા કાર ભાવિકા હંકારી રહી હતી. ઘાટકોપરના અસલ્ફા વિલેજ ખાતે રહેતી કોરમને ઘરે છોડીને ભાવિકા તેના મિત્ર અનિકેત બનસોડે સાથે ફિનિક્સ મોલમાં નાસ્તો કરવા જવાની હતી. ભાવિકા ગરબાના ક્લાસીસ ચલાવતી હતી અને ઘરે કોઇ ન હોવાથી ભાવિકાના ભાનુશાલી વાડી સ્થિત ઘરમાં પાર્ટી કરવામાં આવી હતી.
ડીએસપીનો પુત્ર હોવાનો દાવો કરી દારૂના નશામાં કોન્સ્ટેબલ સાથે ધક્કામુક્કી કરનારો પકડાયો
રાતભર પાર્ટી ચાલ્યા બાદ ત્રણેય જણ કારમાં નીકળ્યાં હતાં. એલબીએસ રોડ પરથી પસાર થતી વખતે ભાવિકાએ સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો, જેને કારણે કાર રાહદારીને કચડ્યા બાદ ફૂટપાથ પર ચઢી ગઇ હતી અને બાદમાં બિલ્ડિંગનાં પગથિયાં તોડીને દુકાન સાથે ભટકાઇ હતી. આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી