1200 રૂપિયાનો પાસ કઢાવો અને આખા Maharashtraમાં જ્યાં મન થાય ત્યાં ફરો…, જાણો શું છે આખી સ્કીમ
મુંબઈઃ હેડિંગ વાંચીને તમે પણ વિચારમાં પડી ગયા હોવ તો ચાલો તમારા મગજ પર વધારે તાણ નાખ્યા વિના તમને આખી સ્કીમ સમજાવીએ. મળી રહેલી માહિતી પ્રમાણે મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (MSRTC)એ આ નવી સ્કીમ લોન્ચ કરી છે અને આ નવી સ્કીમમાં તમે 1200 રૂપિયાનો પાસ કઢાવીને તમે આખા મહારાષ્ટ્રમાં કોઈ પણ જગ્યાએ ફરી શકો છો.
MSRTCની આ સ્કીમમાં તમને એક પાસ આપવામાં આવે છે અને એમાં તમે પસંદ કરેલાં સ્પેશિયલ પાસને આધારે તમે કોઈ પણ જગ્યાએથી બસમાં કોઈ પણ જગ્યાએ ચોક્કસ સમયમર્યાદા દરમિયાન પ્રવાસ કરી શકશો. આ સિવાય આ યોજનામાં ઈન્ટર સ્ટેટ પ્રવાસ કરવાની જોગવાઈ પણ આપવામાં આવી છે.
દરેક પાસની કિંમત, વિશિષ્ટ બસમાં પ્રવાસ કરવા માટે કોણ પાત્ર છે અને MSRTC New Pass Schemeની વેલિડેશન વિશે વાત કરીએ તો આ યોજના હેઠળ પ્રવાસીઓને ચાર દિવસ અને સાત દિવસ માટે પાસ આપવામાં આવે છે. આ પાસ મેળવવા માટે એસટી ડેપોમાં આવેલા કાઉન્ટરની મુલાકાત લઈ શકો છો અને ઓફલાઈન ફોર્મ ભરી શકો છો. પાસ મેળવવા માટે તમારે આધારકાર્ડ, પેનકાર્ડ જેવા ડોક્યુમેન્ટ્સ આપવાનું ફરજિયાત રહેશે.
મહારાષ્ટ્ર પરિવહન મંડળ દ્વારા 1988થી આ યોજના અમલમાં મૂકવામાં આવી છે. જો તમારાથી આ પાસ થોવાઈ જાય છે, ફાટી જાય છે કે કંઈ પણ થાય છે તો તેને બદલે તમને ડુપ્લીકેટ પાસ આપવામાં આવશે નહી. જો કોઈ વયસ્ક વ્યક્તિએ પાસ કઢાવવાનો હશે તો તે પાસ ચાર દિવસનો હશે અને એ માટે 1170 રૂપિયા ચૂકવવા પડશે. જ્યારે બાળકોનો પાસ કઢાવવાનો હશે તો એ માટે 585 રૂપિયા ચૂકવવા પડશે. જો તમે સાત દિવસનો પાસ કઢાવવા માંગો છો તો એ માટે તમારે અનુક્રમે 2040 રૂપિયા અને 1025 રૂપિયા ચૂકવવાની તૈયારી રાખવી પડશે.