આમચી મુંબઈ

અમેરિકા દ્વારા લાદવામાં આવેલા ટેરિફની અસર સામે પગલાં લેવાની જેમ એન્ડ જ્વેલરી ક્ષેત્રની નાણાં પ્રધાનને વિનંતી


મુંબઈ:
જેમ એન્ડ જ્વેલરી એક્સ્પોર્ટ પ્રમોશન કાઉન્સિલ (જીજેઇપીસી)ના ચેરમેન કીર્તિ ભણશાલી, વાઇસ ચેરમેન શૌનક પરિખ અને એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સબ્યાસાચી રાયે તાજેતરમાં નાણાં પ્રધાન નિર્મલા સીતારામનની મુલાકાત લીધી હતી અને અમેરિકા દ્વારા લાદવામાં આવેલા પચાસ ટકા ટેરિફને કારણે જેમ્સ એન્ડ જ્વેલરી ક્ષેત્ર પર થઇ રહેલી આડઅસર અંગે તાત્કાલિક પગલાં લેવાની માગણી કરી હતી.

આ દરમિયાન ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી)માં કરાયેલા સુધારા અંગે ભણશાલીએ નાણાં પ્રધાનનો આભાર માન્યો હતો તથા જીએસટી સુધારાની જેમ્સ એન્ડ જ્વેલરી ક્ષેત્ર પર થયેલી સકારાત્મક અસર પર મુંબઈમાં યોજાનારી પત્રકાર પરિષદમાં હાજરી આપવાનું પણ તેમને આમંત્રણ આપ્યું હતું.

આ પણ વાંચો: H-1B વિઝા અને ટેરિફના તણાવ વચ્ચે રુબિયો-જયશંકરની મુલાકાત, ભારત-અમેરિકા સંબંધો પર ચર્ચા

‘અમેરિકા અને ભારત વચ્ચે વેપાર સંબંધિત સંવાદ થવા લાગ્યો એ ઘણી આનંદની વાત છે. તેમ છતાં આ પ્રક્રિયામાં થોડો સમય લાગશે ત્યારે તે દરમિયાન આપણા ક્ષેત્ર પર થનારી તેની અસરો સામે અમુક પગલાં લેવા જરૂરી છે જેથી આ ક્ષેત્ર અને તેનાથી જોડાયેલા રોજગાર ટકી શકે. અમે સેઝ એકમોને રિવર્સ જોબ વર્ક હાથ ધરવાની, ડીટીએ સેલ્સને ફેકરીઓ અને કર્મચારીઓને કાર્યરત રાખવાની અને અમેરિકાની શિપમેન્ટ માટે એક્સ્પોર્ટ ઓબ્લિગેશન પિરિયડને એક્સટેન્ડ કરવાની વિનંતી કરીએ છીએ. આ પ્રકારના પગલાં ક્ષેત્રને ધમધમતું રાખવા સિવાય રોજગારને પણ ટકાવી રાખશે’, એમ ભણશાલીએ જણાવ્યું હતું.

ભારત અને અમેરિકા વચ્ચેનો સંવાદ જ્યાં સુધી પૂર્ણ ન થાય ત્યાં સુધી જેમ્સ એન્જ જ્વેલરી ક્ષેત્રને અને રોજગારને ટકાવી રાખવા માટે સહાય કરવાની પણ કાઉન્સિલ દ્વારા નાણાં પ્રધાનને વિનંતી કરવામાં આવી હતી.

આ પણ વાંચો: ભારત અને અમેરિકાના વિદેશ મંત્રીઓ વચ્ચે બેઠક, ટેરિફ વિવાદ અંગે ચર્ચાની શકયતા

આ સિવાય ઈન્ડિયન જ્વેલરી પાર્કને ઈન્ડસ્ટ્રિયલ પાર્કનો દરજ્જો આપવાની વિનંતી પણ કાઉન્સિલ તરફથી કરવામાં આવી હતી જેથી તેનો સમાવેશ હાર્મોનાઇઝડ માસ્ટર લિસ્ટ ઓફ ઇન્ફ્રાસ્ટ્રકચરમાં થાય જેથી તેને ઇન્ડસ્ટ્રિલ પાર્કના તમામ લાભ મળી શકે.

જેમ એન્ડ જ્વેલરી એક્સ્પોર્ટ પ્રમોશન કાઉન્સિલ (જીજેઇપીસી)ની સ્થાપના ૧૯૬૬માં ભારત સરકારના વાણિજ્ય મંત્રાલય દ્વારા કરવામાં આવી હતી. આઝાદી બાદ દેશના નિકાસ ક્ષેત્ર દ્વારા આંતરરાષ્ટ્રીય બજારોની સ્પર્ધામાં સહભાગી થવા માટે ભારત સરકારે બનાવેલી અનેક એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ્સ (ઇપીસી)માંથી એક જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (જીજેઇપીસી) છે. કાઉન્સિલમાં હાલમાં ૧૦,૭૦૦થી વધુ સભ્ય છે.

Haresh Kankuwala

મુંબઈ-સિટી-ડેસ્ક એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારથી જ કારકિર્દીની શરૂઆત થઇ અને છેલ્લા બે દાયકાથી તેની સાથે સંકળાયેલો છું. મુંબઈમાં બનેલી વિવિધ ઘટનાઓના કવરેજમાં સહયોગ આપ્યો છે. લાંબા સમયથી સિટી ન્યૂઝની ઇન્ચાર્જશિપ સંભાળી છે. More »

સંબંધિત લેખો

Back to top button