આમચી મુંબઈમહારાષ્ટ્ર

મુખ્ય પ્રધાન શિંદેની સંમતિથી ગાવિતની ‘ભાજપ વાપસી’

મુંબઈ: પાલઘર બેઠકના હાલના સાંસદ રાજેન્દ્ર ગાવિત ફરી એક વખત ભાજપમાં સામેલ થયા છે. મુખ્ય પ્રધાન એકનાથ શિંદે જૂથના સાંસદ રાજેન્દ્ર ગાવિત ભાજપમાં સામેલ થયા બાદ નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું કે ગાવિતનો ભાજપ પ્રવેશ એકનાથ શિંદેની સંમતિથી થયો છે.

મંગળવારે સવારે ફડણવીસ તેમ જ ભાજપના મહારાષ્ટ્ર એકમના અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુળેની હાજરીમાં ગાવિતે સત્તાવાર રીતે ફરી પાછો ભાજપમાં પ્રવેશ કર્યો હતો.


ઉલ્લેખનીય છે કે ગાવિત 2018માં ભાજપમાં સામેલ થયા હતા. જોકે, 2019માં શિવસેના અને ભાજપના જોડાણ દરમિયાન શિવસેનાએ બેઠક અને ઉમેદવારી બંનેની માગણી કરી હતી. જેને પગલે ગાવિતને શિવસેનામાં મોકલવામાં આવ્યા હતા. જોકે, 2024ની ચૂંટણીમાં ગાવિતને પાલઘર ખાતેથી ઉમેદવારી ન આપવામાં આવી હોવા છતાં તે ફરી એક વખત ભાજપમાં સામેલ થયા છે.


આ ચૂંટણી દરમિયાન પાલઘની બેઠક ભાજપના ફાળે આવી છે. જોકે, પાલઘર બેઠક પરથી આ વખતે ભાજપે ભૂતપૂર્વ પ્રધાન સ્વર્ગીય વિષ્ણુ સાવરાના પુત્ર હેમંત સાવરાને ઉમેદવારી આપવામાં આવી છે. આ બેઠક શેડ્યુલ્ડ ટ્રાઇબ(એસટી) શ્રેણીમાં આવે છે.


જોકે, પોતાને ઉમેદવારી ન આપવામાં આવી હોવા છતાં ગાવિતે પક્ષ અને દેશ તેમ જ રાજ્યના કલ્યાણ માટે સતત કાર્યરત રહેશે તેમ જણાવ્યું હતું. ફડણવીસે જણાવ્યું હતું કે ગાવિતના અનુભવનું મહારાષ્ટ્રને જરૂર છે અને મહારાષ્ટ્રમાં તે ઉત્તમ કામગિરી કરી શકે છે તેમ હોવાથી દિલ્હીને બદલે મહારાષ્ટ્રમાં તેમની વધારે જરૂર છે.

Back to top button
આ ફૂલ કે જડીબુટ્ટી ટ્રેનના બંને પાટા વચ્ચે કેટલું અંતર હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ… દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને?

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker