આમચી મુંબઈ

ગૌતમ અદાણીએ પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહના વખાણ કરતાં કહ્યું ” દેશના અર્થતંત્રને એક નવી દિશા દેખાડી”

મુંબઈ: અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ (Gautam Adani) પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહનસિંહના (Manmohan Singh) વખાણ કર્યા હતા. ગૌતમ અદાણીએ કહ્યું હતું કે 1991ના વર્ષે તત્કાલીન નાણામંત્રી મનમોહનસિંહે આર્થિક ઉદારીકરણનું ઐતિહાસિક પગલું ભરીને દેશના અર્થતંત્રને એક નવી દિશા દેખાડી હતી. આર્થિક ઉદારીકરણના આ સાહસિક પગલાથી ભારતના વિકાસનો પાયો નખાયો અને આ પાયા પર જ છેલ્લા દસ વર્ષથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભારતની પ્રગતિને આગળ વધારી રહ્યા છે.

મુંબઈમાં ક્રિસીલ (CRISIL)ના એક કાર્યક્રમમાં સંબોધન કરતા સમયે ગૌતમ અદાણીએ કહ્યું હતું કે ભારતના ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસની તૈયારી 1991 માં શરૂ થઈ ચૂકી હતી. વર્ષ 1991 થી લઈને 2014 સુધીનો સમયગાળો ભારતની ઇકોનોમી માટે પાયો પાયો નાખનાર અને રનવે સર્જનાર હતો. 2014 થી લઈને 2024 સુધી આ જ રનવે પર ભારતના વિકાસના એરક્રાફ્ટ છે ઉડાન ભરી છે. આ વડાપ્રધાન મનમોહનસિંહ દેશમાં લાયસન્સ રાજ ખતમ કરીને ભારતમાં ઉદ્યોગોને નવી પાંખો આપી. ઉદ્યોગોમાં રોકાણ કરવા, ક્ષમતા વધારવા અને કિંમતો નિર્ધારણ માટે સરકારની મંજૂરીની જરૂર નથી રહી.

આ પણ વાંચો : ‘મોદીએ નફરતભર્યા શબ્દો ઉચ્ચારી વડાપ્રધાન પદની ગરિમા ઘટાડી’ મનમોહન સિંહમાં પ્રહાર

તેમણે કહ્યું હતું કે છેલ્લા એક દાયકામાં ભારતમાં એક ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ખૂબ જ વિકાસ થયો છે. તેમણે નેશનલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પાઇપલાઇનને (NIP) લઈને પણ ચર્ચા કરી અને કહ્યું કે તેને આગળ વધારવા માટે તો પબ્લિક અને પ્રાઇવેટ સેક્ટર બન્નેએ સાથે કામ કરવું પડશે. દેશમાં ઉર્જા, પરિવહન, જળ, એરપોર્ટ અને સામાજિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ખૂબ જ કામ કરવામાં આવ્યું છે. એમણે જણાવ્યું હતું કે અદાણી ગ્રુપ ગ્રીન એનર્જી પ્રોડક્શન (Green Energy Production) આ માટે જરૂરી તમામ મુખ્ય પાર્ટ્સનું મેન્યુફેક્ચરિંગ કરવા માંગે છે અને તેના માટે લગભગ 100 અરબ ડોલર એટલે લગભગ 8,340 કરોડ થી પણ વધુનું રોકાણ કરશે.

ગૌતમ અદાણીએ કહ્યું હતું કે એનર્જી ટ્રાન્ઝિશન ઓર ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમા અબજો ડોલર કમાવવાની તક રહેલી છે. અમે ગુજરાતના કચ્છના ખાવડામાં દુનિયાનો સૌથી મોટો એનર્જી પાર્ક બનાવ્યો છે. આ પ્લાન્ટથી 30 ગીગાવોટ પેદા થશે અને અમારું લક્ષ્ય 2030ના વર્ષ સુધીમાં રિન્યુએબલ એનર્જી કેપેસિટીને 50 ગીગા વોટ સુધી પહોંચવાનુ છે. અમારો આ પ્લાન્ટ વેરાન જમીન પર બનેલો વિશ્વનો સૌથી મોટો પ્લાન્ટ છે જેનો વિસ્તાર પેરિસથી પાંચ ગણો વધારે છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button