આમચી મુંબઈટોપ ન્યૂઝમહારાષ્ટ્ર

અંબરનાથમાં કેમિકલ ફેક્ટરીમાંથી ગેસ લીકેજ થતા ખળભળાટ

મુંબઈ: અંબરનાથના MIDC સંકુલમાં આવેલી નિક્કેમ કેમિકલ કંપનીમાંથી ગેસ લીકેજ (Gas leakage Mumbai) ખળભળાટ મચી હતો. હવામાં ગેસ ફેલાવાને કારણે આસપાસના વિસ્તારોમાં રહેતા લોકોને ગળામાં દુખાવો અને આંખોમાં બળતરાની તકલીફ થઇ હતી.

ગત રાત્રે 9 થી 12 દરમિયાન હવામાં ગેસ ફેલાતા અંબરનાથ શહેરમાં ધુમ્મસ જેવું વાતાવરણ સર્જાયું હતું. ફાયર બ્રિગેડના અધિકારીઓએ ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિને કાબુમાં લીધી હતી.

એર પોલ્યુશન કંટ્રોલ બોર્ડની બે એર મોનીટરીંગ મોબાઈલ વાન હવાનું મોનીટરીંગ કરવા તૈનાત કરવામાં આવી છે. ગેસ શા કારણે લીક થયો એ અંગે તપાસ કરવામાં આવી રહી છે, હાલ સ્થિતિ નિયંત્રણમાં છે. હવા સ્વચ્છ થઇ ગઈ છે. હાલ અંબરનાથ ઘુમ્મસ જોવા મળી રહ્યું નથી. એર ક્વોલિટી કંટ્રોલ મોબાઇલ વાહન નિક્કેમ કંપનીમાં હાજર છે.

આ ઘટના ફેક્ટરીમાં ગેસ વેન્ટિંગ પ્રક્રિયા દરમિયાન બની હતી, જેના કારણે ગેસ આસપાસના વિસ્તારમાં ફેલાઈ ગયો હતો. ગેસ લીક થવાની સૂચના મળતાં જ ફાયર બ્રિગેડના જવાનો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.

અધિકારીઓએ જણાવ્યું હતું કે ફેક્ટરીમાં ફોસ્ફરસ આધારિત રસાયણને કારણે ગાઢ સફેદ ધુમાડો ફેલાયો હતો. અધિકારીએ જણાવ્યું હતું કે કંપનીમાં ઉત્પાદન પ્રવૃત્તિઓ અસ્થાયી ધોરણે અટકાવવામાં આવી છે.

આંખોમાં બળતરા અને શ્વાસ લેવામાં તકલીફની થતા સ્થાનિક લોકોમાં ફાફડાટ ફેલાયો હતો. ફાયર બ્રિગેડે લોકોને ઘરની અંદર જ રહેવાની સલાહ આપી હતી.

Show More

Related Articles

Back to top button
યંગ દેખાવવું છે? આ પાંચ લિપસ્ટિક શેડ્સ કરશે તમારી મદદ… મૂડ ફ્રેશ કરવા ડેસ્ક્ પર રાખો આ પ્લાન્ટ્સ રિટાયર્ડ નેવી ઓફિસર હતા મલાઈકા અરોરાના પિતા, ક્યાં હતી મલાઈકા એ સમયે… સસ્તો આઉટફિટ, નો મેકઅપ લૂક અને તો ય આ રીતે લાઈમલાઈટ લૂંટી Isha Ambaniએ…