આમચી મુંબઈ

ગરવારે ક્લબની ચૂંટણીના પરિણામ જાહેર: જીસીએચ ડાઈનામિક ગ્રુપનો જ્વલંત વિજય

સાયરસ ગોરીમાર, અજમેરા મનીષ, ચેતન બાવિશી, જનક ગાંધી

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ગરવારે ક્લબની ચૂંટણીનાં પરિણામ ૨૬મી સપ્ટેમ્બર, મંગળવારે મોડી સાંજે જાહેર થયાં હતાં, જેમાં જીસીએચ ડાઈનામિક ગ્રુપનો જ્વલંત વિજય થયો હતો. ડાઈનામિક ગ્રુપની સામેની રાજ પુરોહિતની પેનલનો કારમો પરાજય થતાં ક્લબમાં નવી લહેર ફરી વળી હતી. મંગળવારે સવારે ૯ વાગ્યાથી ૬ વાગ્યા સુધી ફિઝિકલ મતદાન કરવામાં આવ્યું હતું. આ પહેલાં ૨૩, ૨૪ અને ૨૫ના રોજ ઓનલાઈન મતદાન કરવામાં આવ્યું હતું.

યુવાનો અને ઊર્જાવાન લોકોની ટીમમાં સમાજની પ્રતિષ્ઠિત વ્યક્તિઓનો સમાવેશ કરીને ઊતરેલી જીસીએચ ડાઈનામિક ગ્રુપના તમામ સભ્યોએ વિજય હાંસલ કર્યો હતો. ઉપાધ્યક્ષ સાયરસ ગોરીમારને ૨૪૫૨ મત મળ્યા હતા, જ્યારે તેમના હરીફ રાજ પુરોહિતને ૧૦૨૦ મત મળ્યા હતા. ખજાનચી અજમેરા મનીષને ૨૪૮૪ મત મળ્યા હતા, જ્યારે હરીફ સી.એ. દિલીપ શાહને ૧૨૫૧ મત મળ્યા હતા. મેનેજિંગ કમિટી પણ જીએસચ ડાઈનામિક ગ્રુપના ૧૦ ઉમેદવારનો વિજય થયો હતો. અમિત શાહ, અનુજ ભાર્ગવ, ચતુર્વેદી મોહિત, ચેતન બાવિશી, જનક ગાંધી, મનીષ શાહ (મોન્ટી), મોદી કમલેશ, નરેન્દ્ર શાહ, રોહિત શાહ, સંઘવી કમલેશ અને લેડી મેમ્બર પાયલ શાહનો વિજય થયો હતો.

જીસીએચ ડાઈનામિક પેનલ સંપૂર્ણ બહુમતીથી વિજયી થઇ છે અને આ પેનલથી મેમ્બરોને ખૂબ જ અપેક્ષા છે અને પેનલના નેતૃત્વ હેઠળ ક્લબ વધુ ઊંચાઈ સર કરશે, એવી ક્લબના મેમ્બરોની ભાવના છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button