ગણપતિ વિસર્જન : 21,000થી વધુ પોલીસ કર્મચારી-અધિકારી રહેશે ખડેપગે
10,000 સીસીટીવી કેમેરા, ડ્રોનથી શોભાયાત્રા-ભીડ પર દેખરેખ

પહેલી વાર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરાશે
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વિઘ્નહર્તા ગણપતિના વિસર્જનને દિવસે (શનિવારે) શહેરમાં ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને આ માટે 21,000થી વધુ પોલીસ અધિકારી-કર્મચારીને તહેનાત કરવામાં આવ્યા છે. પોલીસ દ્વારા 10,000થી વધુ સીસીટીવી કેમેરા અને ડ્રોનથી શોભાયાત્રા તથા ભીડ પર નજર રાખવામાં આવશે.
બીજી તરફ વિસર્જન દરમિયાન વાહનવ્યવહારની સરળતા માટે ટ્રાફિક પોલીસે પણ તૈયારી કરી લીધી છે. આ વખતે પહેલી વાર પોલીસ દ્વારા રૂટ મેનેજમેન્ટ અને ટ્રાફિક સંબંધિત અન્ય અપડેટ્સ માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ)નો ઉપયોગ કરવામાં આવશે.
આપણ વાંચો: આજે ક્ષત્રિયોનું મહાસંમેલનઃ રાજકોટ ફેરવાયું કિલ્લામાં, પોલીસનો ચાંપતો બંદોબસ્ત
દરમ્યાન મહાનગરમાં 14 આતંકવાદી 400 કિલો આરડીએક્સ સાથે ઘૂસ્યા હોવાની ધમકી આપતો મેસેજ મળ્યા બાદ પોલીસ હાઇ એલર્ટ પર છે.
શહેરમાં ગણપતિ વિસર્જન શાંતિથી અને નિર્વિઘ્ને પાર પડે એ માટે ગોઠવાયેલા બંદોબસ્તમાં 10 એડિશનલ પોલીસ કમિશનર, 37 ડેપ્યુટી પોલીસ કમિશનર, 61 આસિસ્ટન્ટ પોલીસ કમિશનર, 2,990 પોલીસ અધિકારીઓ અને 17,558 પોલીસ કર્મચારીઓ તહેનાત હશે.
ઉપરાંત મહત્ત્વનાં સ્થળોએ સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સની 14 કંપની, સેન્ટ્રલ આર્મ્સ પોલીસ ફોર્સની ચાર કંપની, ક્વિક રિસ્પોન્સ ટીમ, રાયટ્સ ક્ધટ્રો ફોર્સ, બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્કવોડ, કોમ્બેટ, ડેલ્ટા, એન્ટિ-ડ્રોન સ્કવોડ તથા હોમગાર્ડસની મદદ લેવામાં આવી છે.
આપણ વાંચો: હાશકારોઃ Haldwaniમાં સ્થિતિ થાળે પડી, ચાંપતો બંદોબસ્ત યથાવત
જોઇન્ટ પોલીસ કમિશનર (કાયદો-વ્યવસ્થા) સત્યનારાયણ ચૌધરીએ જણાવ્યું હતું કે શહેરના વિવિધ દરિયાકિનારા, અન્ય જળાશયો અને 205 કૃત્રિમ તળાવોમાં 6,500 સાર્વજનિક ગણેશ મંડળોની મૂર્તિઓ અને 1.75 લાખ ઘરની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવશે.
પોલીસ મુંબઈ મહાનગરપાલિકાની મદદથી સુરક્ષા વ્યવસ્થા તૈયાર કરી છે. વિસર્જનના સ્થળે લાઇફ ગાર્ડસને પણ તહેનાત કરવામાં આવશે.
આપણ વાંચો: સ્વાતંત્ર્ય દિવસે માંસના વેચાણ પર પ્રતિબંધ:કલ્યાણમાં ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવાયો…
વિસર્જનના માર્ગો પર 3,000થી વધુ ટ્રાફિક પોલીસ કર્મચારીઓ અને 285 મહારાષ્ટ્ર સિક્યુરિટી ફોર્સના જવાનોને તહેનાત કરાશે. ટ્રાફિકની સરળ અવરજવર માટે અમુક માર્ગો પર ડાયવર્ઝન અને અમુક માર્ગો બંધ રહેશે, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.
એક અધિકારીના જણાવ્યા અનુસાર પહેલી વાર રૂટ મેનેજમેન્ટ અને ટ્રાફિક સંબંધી અપડેટ્સ માટે પહેલી વાર એઆઇનો ઉપયોગ કરવામાં આવશે.
ગિરગામ ચોપાટી પર એઆઇ-આધારિક ક્ધટ્રોલ રૂમ બનાવવામાં આવ્યો છે, જ્યારે શોભાયાત્રામાં ભાગ લેનારાં વાહનો માટે અગ્રણી ગણેશ મંડળોને સ્ટિકર્સ સાથે ક્યુઆર કોડ જારી કરવામાં આવ્યા છે, જે પોલીસને વાહનો શોધવામાં અને ભીડ પર નજર રાખવામાં મદદરૂપ થશે.