આમચી મુંબઈમહારાષ્ટ્ર

ગણેશ વિસર્જન વખતે બીચ પર જવાનો છો તો આટલું ધ્યાન રાખજો!

મુંબઈ: ગણપતિ વિસર્જન વખતે દરિયામાં ડંખ મારનારી માછલીઓથી સાવધાન રહેવાની પાલિકા દ્વારા અપીલ કરવામાં આવી છે. ટ્રાયલ નેટિંગ વખતે આવી માછલીઓ મળી આવી હોવાનું મત્સ્ય વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે.
રાજ્ય સરકારના મત્સ્ય વિભાગ દ્વારા ગિરગામ અને દાદર ચોપાટી ખાતે ડંખ મારનારી માછલીઓની તપાસ કરતા દરિયામાં સ્ટિંગ રે, જેલી ફિશ, બ્લૂ જેલી ફિશ વગેરે માછલીઓ મળી આવી હતી. તેથી વિસર્જન વખતે કાળજી રાખવાની અપીલ પ્રશાસન દ્વારા કરવામાં આવી હતી. આટલી તકેદારો રાખો.


*સ્ટિંગ રે ફીશના ડંખને કારણે ત્વચા પર બળતરા થવા લાગે અથવા ચટકો લાગ્યો હોય એવું લાગે.

  • જખમને ચોળવું નહીં અથવા તેના પર ખંજવાળવું નહીં.
  • જ્યાં બળતરા થતી હોય ત્યાં બરફ લગાવવો.
  • બાળકોને દરિયામાં જવા દેવું નહીં અને વિસર્જન માટે જાય ત્યારે ગમબૂટ પહેરવા.
  • દરિયાકિનારે પાલિકાની મેડિકલ ટીમ અને ૧૦૮ એમ્બ્યુલન્સ તહેનાત કરવામાં આવી છે.

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker